તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્ફ્યૂ વચ્ચે નાઇટ પાર્ટી:અમદાવાદ પાસિંગની કારમાં ઊભા રહી મોડી રાતે નબીરાઓ પંજાબી ગીત પર ડાન્સ કરતા હોવાનો વીડિયો વાઇરલ

અમદાવાદ2 મહિનો પહેલા
વીડિયોમાં બે શખસ કાર પર અને ત્રણ શખસ બેરિકેડ આગળ ઊભા રહી ડાન્સ કરે છે.
  • નાઈટ કર્ફ્યૂ વચ્ચે આ રીતે બેરિકેડ સામે ઊભા રહી વીડિયો બનાવતાં પોલીસને ચેલેન્જ

રાજ્યમાં કોરોનાની મહામારીને પગલે રાજ્ય સરકાર દ્વારા રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયો છે, ત્યારે રાત્રિ દરમિયાન બેરિકેડ આગળ પાંચ યુવકો ગાડી ઊભી રાખી માસ્ક વગર ડાન્સ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. અમદાવાદના GJ27 પાસિંગની ગાડીમાં બે યુવકો ઊભા રહી અને બીજા ત્રણ યુવકો ગાડીની બહાર બેરિકેડ આગળ ઊભા રહી બિનધાસ્ત ડાન્સ કરે છે. વાઇરલ વીડિયો અમદાવાદ શહેરનો હોવાની શક્યતા જણાઈ રહી છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન નબીરાઓ બિનધાસ્ત બની પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ રીતે રાતે બિનધાસ્ત ડાન્સ કરતો વીડિયો બનાવવામાં આવે છે, ત્યારે શહેર પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.બીજીતરફ પોલીસ સૂત્રો મુજબ વાઇરલ થયેલો વીડિયો દોઢ વર્ષ જૂનો છે અને ખેડા જિલ્લાના એક રિસોર્ટનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ શખસ બેરિકેડ આગળ ઊભા રહી ડાન્સ કરે છે
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં 5 યુવક મોડી રાતે ડાન્સ કરી રહ્યા છે. GJ 27 પાસિંગની બ્લેક કલરની ગાડીમાં એક યુવક ડ્રાઇવર સાઈડ સીટ પર દરવાજો ખોલી ઊભો રહી ડાન્સ કરે છે. બીજા ત્રણ શખસ બેરિકેડ આગળ ઊભા રહી ડાન્સ કરે છે, જ્યારે અન્ય એક શખસ કારના ઉપરના ભાગે ઊભો રહી ડાન્સ કરે છે. આ રીતે નાઈટ દરમિયાન બિનધાસ્ત બની માસ્ક વગર વીડિયો બનાવાતાં પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. નાઈટ કર્ફ્યૂનો કડકપણે શહેરમાં અમલ થવો જરૂરી છે, પરંતુ પોલીસ નાઈટ કર્ફ્યૂ દરમિયાન ચેકિંગ કરતી હોય તો આ રીતે નબીરાઓ બિનધાસ્ત બની ફરતા ન હોત.

GJ 27 પાસિંગની બ્લેક કલરની ગાડીમાં એક યુવક ડ્રાઇવર સાઈડ સીટ પર દરવાજો ખોલી ઊભો રહી ડાન્સ કરે છે.
GJ 27 પાસિંગની બ્લેક કલરની ગાડીમાં એક યુવક ડ્રાઇવર સાઈડ સીટ પર દરવાજો ખોલી ઊભો રહી ડાન્સ કરે છે.

અમદાવાદમાં 3 વાગ્યા બાદ પણ દુકાન અને લારી-ગલ્લા ચાલુ
બીજી લહેરની અસર ઓછી થતાં સરકાર દ્વારા કેટલીક પાબંધીઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અન્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે 3 વાગ્યા સુધી તમામ બજારો ખુલ્લાં રાખવા છૂટ આપી છે, પરંતુ અમદાવાદમાં 3 વાગ્યા બાદ પણ હવે લોકો દુકાન અને લારી-ગલ્લા ચાલુ રાખી વેપાર કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત હોટલ-રેસ્ટોરાં અને નાસ્તા માટે ટેક-અવે રાખવામાં આવ્યું છે, એની જગ્યાએ હવે દુકાન કે રેસ્ટોરાંની બહાર જ જમવાનું અને નાસ્તો કરવાનું લોકોએ શરૂ કરી દીધું છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
ચાંદખેડાના ઉમાભવાની રોડ પર પ્રહલાદ પાર્ક સોસાયટીથી ગોદરેજ ગાર્ડન સિટી રોડ પર પરમેશ્વરપાર્ક પાસે રવિવારે સાંજે બજાર ભરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. શાકભાજી અને ફ્રૂટ્સની લારીઓ સિવાય અન્ય વસ્તુઓનું વેચાણ કરતી લારીઓ અને પથારાવાળા જોવા મળ્યાં હતાં. તમામ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો. કેટલાક લોકો માસ્ક વગર અને નીચે માસ્ક રાખી ફરતા જોવા મળ્યા હતા. એક તરફ કૃષ્ણનગર પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે અને ચાંદખેડા વિસ્તારમાં ક્યાંય પોલીસ દ્વારા આ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે તપાસ કરવામાં નથી આવી.

એક શખસ કારના ઉપરના ભાગે ઊભો રહી ડાન્સ કરે છે.
એક શખસ કારના ઉપરના ભાગે ઊભો રહી ડાન્સ કરે છે.

શહેરમાં શું છે કોરોનાની સ્થિતિ?
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 75 દિવસ બાદ 247થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલાં 16 માર્ચ, 2021ના રોજ 247 કેસ નોંધાયા હતા. ગઈકાલે 24 કલાકમાં 245 નવા કેસ નોંધાયા છે તેમજ 5 દર્દીનાં મોત થયાં છે અને 1414 દર્દી સાજા થયા છે. 29 મેની સાંજથી 30 મેની સાંજ સુધીમાં શહેરમાં 237 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે તેમજ શહેરમાં 1385 અને જિલ્લામાં 29 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 5 દર્દીનાં મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 35 હજાર 78 થયો છે. જ્યારે 2 લાખ 25 હજાર 568 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 335 થયો છે.