દાણીલીમડા વિસ્તારમાં લગ્નના સમારોહમાં હુક્કા બાર અને ફાયરિંગનો વિડીયો વાયરલ છે. ગુડ લક પાર્ટી પ્લોટનો વિડીયો હોવાની શક્યતા હાલમાં જણાઈ રહી છે. લગ્ન પાર્ટીમાં બેફામ હુક્કા બાર ધમધમી રહ્યું છે તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. દાણીલીમડા પોલીસને જાણ કર્યા હોવા છતાં પાર્ટી થતી હોવાની ચર્ચા ચાલી રહી છે.
બાપુનગર પોલીસે કાર્યવાહી કરી આરોપીઓની અટકાયત કરી
દાણીલીમડા વિસ્તાર સિવાય બાપુનગરમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો અને ફાયરિંગ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેવ બાદશાહ નામનો યુવક જાહેરમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરતો હતો. આ ઉપરાંત ફાયરિંગ કર્યું હતું. જે મામલે વીડિયો બહાર આવતાં બાપુનગર પોલીસ દોડતી થઈ હતી અને વીડિયોના આધારે 10 આરોપીઓની અટકાયત કરી તલવાર તેમજ ગેરકાયદેસર બંદૂક કબ્જે કરી હતી. બાપુનગર વિસ્તારમાં આ રીતે જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો કિસ્સો પહેલી વાર નથી. અનેક લોકો અમે ગુનેગારો જાહેરમાં આ રીતે તલવારો વડે કેક કાપતા ઉજવણી તેમજ ધમકી આપતા હોય છે ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇથી PSIનો ડર ગુનેગારોમાં રહ્યો નથી. પોલીસ વહિવટોમાંથી બહાર આવતી નથી અને ગુનેગારોને ખુલ્લો દોર મળ્યો છે.
આરોપીઓના નામ
તેમજ આ વિડીયોમાં એક શખ્સ તલવાર દ્વારા દેવ બાદશાહ નામ લખેલી કેક કાપતો જોવા મળે છે. તેમજ આ જ શખ્સના હાથમાં પિસ્તોલ સાથેને ફોટો પણ વાયરલ થયો છે. દાણીલીમડા પોલીસે આ વાયરલ થયેલા વિડીયોને લઈને તપાસ શરૂ કરી છે. દાણીલીમડામાં હુક્કા બારની પાર્ટી અને ફાયરિંગથી સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો પણ ઉભા થયા છે.
આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાશેઃ દાણીલીમડા પીઆઇ
આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ. એમ.એમ. લાલીવાલાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુડલક પાર્ટીપ્લોટ આસપાસના વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે જેને લઈ તપાસ કરવામાં આવી છે અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.