તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હપ્તા વસૂલી:જમાલપુર વિસ્તારમાં તવા ફ્રાયની લારીઓવાળા પાસેથી ડી-સ્ટાફના નામે પૈસા ઉઘરાવતા હોમગાર્ડ જવાનના વીડિયો વાઇરલ

અમદાવાદ24 દિવસ પહેલા
તવા ફ્રાયની લારીઓવાળા પાસેથી ખાખી વરદીમાં હોમગાર્ડ જવાન પૈસા લેતા હોવાના વીડિયો વાઇરલ - Divya Bhaskar
તવા ફ્રાયની લારીઓવાળા પાસેથી ખાખી વરદીમાં હોમગાર્ડ જવાન પૈસા લેતા હોવાના વીડિયો વાઇરલ
 • નાના વેપારીઓ અને શાકભાજીવાળા પાસેથી હપ્તા ઉઘરાવતા હોવાને લઇ અગાઉ પણ પોલીસ અને હોમગાર્ડ વિવાદમાં આવી ચૂકી છે
 • હોમગાર્ડના અધિકારીએ કહ્યું, વીડિયો બાબતે અમે તપાસ કરાવીએ છીએ

શહેરમાં પોલીસની તોડબાજીના કિસ્સા સામે અવારનવાર આવતા જ હોય છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈ પીઆઇ કક્ષાના અધિકારીઓ વહીવટદારો રાખે છે અને હવે તો પોલીસના નામે હોમગાર્ડ તોડબાજી કરતાં હોય છે. શહેરના જમાલપુર વિસ્તારમાં વૈશ્યસભા અને ખમાસા વિસ્તારમાં ઉભી રહેતી તવા ફ્રાયની લારીઓવાળા પાસેથી એક ખાખી વરદીમાં હોમગાર્ડ જવાન પૈસા લેતા હોવાના વીડિયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયા છે. એક જાગૃત નાગરિકે આ વીડિયો ઉતારી અને ડી સ્ટાફના નામે પૈસા ઉઘરાવતા હોવાના મેસેજ સાથે વાઇરલ કર્યો છે. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે બલોચે જણાવ્યું હતું કે, જે વિડીયો બહાર આવ્યા છે તેમાં હોમગાર્ડ જવાન છે અને અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. હોમગાર્ડ જવાનોની પણ આવી ઘણી ફરિયાદો આવતી હોય છે. પશ્ચિમ વિસ્તારના હોમગાર્ડ અધિકારી જબ્બારસિંહ શેખાવતે Divyabhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ વીડિયો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા ડીકોય પાસેથી રૂ.50થી રૂ.100 સુધીની ગેરકાયદે રીતે માંગણી કરાઈ હતી
PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા ડીકોય પાસેથી રૂ.50થી રૂ.100 સુધીની ગેરકાયદે રીતે માંગણી કરાઈ હતી

પોલીસ અને હોમગાર્ડ જવાનો પૈસા ઉઘરાવતા હોવાના કિસ્સા વધ્યાં
સોશિયલ મીડીયામાં ત્રણ વીડિયો વાઇરલ થયા છે.જેમાં ચશ્મા પહેરેલો અને ખાખી વરદીમાં એક શખ્સ તવા ફ્રાયની લારીઓ ચલાવતાં લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો છે. આ વીડિયો જમાલપુર વિસ્તારમાં આવેલા ખમાસા અને વૈશ્ય સભા પાસેનો હોવાનું બહાર આવ્યું છે.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ રીતે લારીવાળા અને નાના પથારાવાળા વ્યક્તિઓ પાસેથી પોલીસ અને હોમગાર્ડ જવાનો પૈસા ઉઘરાવતા હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે ફરી એકવાર રાતે ચાલતી તવાની લારીઓ પર ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના નામે આ હોમગાર્ડ જવાન પૈસા ઉઘરાવતો હોવાનું બહાર આવતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે શું આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે?

ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં ત્રણ પોલીસકર્મીઓને ACBએ ઝડપી લીધાં હતાં
ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં ત્રણ પોલીસકર્મીઓને ACBએ ઝડપી લીધાં હતાં

રૂ.50થી રૂ.100 સુધીની ગેરકાયદે રીતે માંગણી કરાઈ હતી
ચાર મહિના પહેલા જ જમાલપુરમાં શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ અવાર નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ACBએ ડિકોય ગોઠવી હતી. જેમાં ડિકોયર પોતાની ગાડીમાં ટમેટા ભરીને જગન્નાથ મંદિરના ગેટ નંબર-4 ની આગળ, દુકાન નંબર-48ની પાછળના ભાગે, શાક માર્કેટમાં વહેલી સવારે ઉભા રહીને ટમેટા વેચવા ડીકોયરની ટમેટા ભરેલી ગાડીને ઉભી રાખવા દેવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા ડીકોય પાસેથી દરરોજના રૂ.50થી રૂ.100 સુધીની ગેરકાયદે રીતે માંગણી કરાઈ હતી. ડિકોય મુજબ PCR વાન નંબર-40ના પોલીસના કર્મચારીઓ ડીકોયર પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં ત્રણ પોલીસકર્મીઓને ACBએ ઝડપી લીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો