• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Video of a young woman in a lockdown goes viral on Snap chat, a conscious citizen tweeted and questioned the police

અમદાવાદ / લોકડાઉનમાં યુવતીનો સ્નેપચેટ પર વીડિયો વાઇરલ, જાગૃત નાગરિકે ટ્વીટ કરી પોલીસને સવાલ કર્યા

X

  • લોકડાઉનમાં સાંજે 7 પછી નીકળવા પર પ્રતિબંધ છતાં કઈ રીતે બહાર નીકળ્યા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 04:57 PM IST

અમદાવાદ. કોરોના વાઇરસની મહામારીને લઇ દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. પોલીસ એકતરફ લોકડાઉનનો કડક અમલ કરાવે છે પરંતુ કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલિબ્રિટી બની ગયેલા લોકો સોશિયલ મીડિયામાં છવાઈ જવા લોકડાઉનનો ભંગ કરી અને બહાર નીકળી વીડિયો બનાવે છે. અંકિતા દવે નામની એક યુવતીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ પર વીડિયો વાઇરલ થયો છે જેમાં યુવતીએ વીડિયો બનાવ્યો છે અને 22 મેના રોજ રાતે ઘરની બહાર ગાડીમાં નીકળી હતી અને અમદાવાદમાં તેનું લોકેશન છે. વીડિયોમાં તેઓ એક ફાર્મ હાઉસ પર લોકો ભેગા થયેલા પણ દેખાય છે. આ મામલે એક જાગૃત અમદાવાદી મહિલાએ અમદાવાદ પોલીસને ટેગ કરી ટ્વીટ કર્યું છે અને સવાલ કર્યો છે કે લોકડાઉનમાં અમે બે મહિના સુધી પરિવારને નથી મળી શક્યા તો આવા લોકો કેમ સિસ્ટમનો મજાક બનાવે છે?

કોરોના મહામારીના સમયમાં સેલિબ્રિટીઓ પાર્ટી એન્જોય કરે છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંકિતા દવે નામની યુવતીએ એક લાઈવ વીડિયો શેર કર્યો હતો. જેમાં ગાડીમાં જતા દેખાય છે. વીડિયોમાં 22 મેની તારીખ અને રાતે 10.22 વાગ્યાનો સમય બતાવે છે. અમદાવાદનું લોકેશન પણ જણાય છે. ટ્વીટર પર પ્રિતી ફર્નાન્ડિઝ નામની મહિલાએ અમદાવાદ પોલીસને ટ્વીટ કરી સવાલ કર્યો છે કે આ યુવતી રાજકોટમાં રહે છે. લોકડાઉનમાં રાતે બહાર ફરતા વિડીયો પણ પોસ્ટ કરેલા છે. એક નાગરિક તરીકે હું અમદાવાદ પોલીસને જાણ કરું છું કે અમે પણ અમારા પરિવારને મળવા માંગીએ છીએ જેઓ બે મહીનાથી ઘરે નથી આવ્યા. તો શા માટે આવા લોકો સિસ્ટમને મજાક બનાવે છે.? આવા મહામારીના સમયમાં સેલિબ્રિટીઓ પાર્ટી એન્જોય કરે છે. એક જાગૃત નાગરિક તરીકે અમદાવાદમાં અમે ઘરે રહીએ છીએ અને લોકો રાજકોટથી અમદાવાદ આવી અને મજા માણે છે. શુ આ પોલીસની બેદરકારી નથી?
પોલીસ વીડિયો મારફતે તપાસ કરશે કે નહી? સવાલો ઉભા થયા
જવાબદાર નાગરિકોની જેમ 2 મહિનાથી ઘરે જ છીએ અને વર્તન કરીએ છીએ. પરંતુ આ રીતે વીડિયો બનાવી  આપણી સલામતી માટે સરકારના નિયમો અને કાયદાઓનો ઉલ્લંઘન ન કરવું જોઈએ. હું પણ 2 મહિનાથી મારા પતિને મળી નથી. આ રીતે એક જાગૃત મહિલાએ આવા વીડિયો બનાવનાર સામે સવાલો ઉભા કર્યા છે. હવે શું અમદાવાદ પોલીસ આ વીડિયો મારફતે કોઈ તપાસ કરશે કે કેમ તેના પર સવાલ ઉભા થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી