તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે દિવસમાં બીજી વાર જાહેરમાં ફાયરિંગ:SG હાઇવે પર ચાલુ કારમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ, સેટેલાઇટ પોલીસે વીડિયોને આધારે કાર જપ્ત કરી, આરોપી ફરાર

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
SG હાઇવે પર ચાલુ કારમાં ફાયરિંગ કરતા વ્યક્તિનો વીડિયો વાઇરલ થયો હતો - Divya Bhaskar
SG હાઇવે પર ચાલુ કારમાં ફાયરિંગ કરતા વ્યક્તિનો વીડિયો વાઇરલ થયો હતો

છેલ્લા 2 દિવસમાં ત્રણ વખત જાહેર ફાયરિંગની ઘટના બની છે. એસ.જી હાઇવે પર ચાલુ કારે યુવકે બંદૂક દેખાડી ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર ઉપર પોલીસ લખેલી પ્લેટ હતી. આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી અગ્રાવતે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયોમાં દેખાતી કાર પોલીસે કબ્જે કરી લીધી છે. જ્યારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.

ગઈ કાલે પણ જાહેરમાં ફાયરિંગ કરવાનો વીડિયો વાઇરલ થયો હતો
દાણીલીમડા વિસ્તાર સિવાય બાપુનગરમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો અને ફાયરિંગ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેવ બાદશાહ નામનો યુવક જાહેરમાં તલવારથી કેક કાપી અને ઉજવણી કરતો હતો. આ ઉપરાંત ફાયરિંગ કર્યું હતું. જે મામલે વીડિયો બહાર આવતાં બાપુનગર પોલીસ દોડતી થઈ હતી અને વીડિયોના આધારે 10 આરોપીઓની અટકાયત કરી તલવાર તેમજ ગેરકાયદેસર બંદૂક કબ્જે કરી હતી. બાપુનગર વિસ્તારમાં આ રીતે જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો કિસ્સો પહેલી વાર નથી. અનેક લોકો અમે ગુનેગારો જાહેરમાં આ રીતે તલવારો વડે કેક કાપતા ઉજવણી તેમજ ધમકી આપતા હોય છે ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇથી PSIનો ડર ગુનેગારોમાં રહ્યો નથી. પોલીસ વહિવટોમાંથી બહાર આવતી નથી અને ગુનેગારોને ખુલ્લો દોર મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો