બોટાદ લઠ્ઠાકાંડ:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ પીડિત અને પરિજનોને યુવા કોંગ્રેસના નેતાઓ મળ્યાં, ખબર અંતર પૂછ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના પીડિતો અને પરિજનોની મુલાકાત લેવા તથા એમના ખબર અંતર જાણવા ગુજરાત યુથ કોંગ્રેસનાં નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ, અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જયમન શર્મા તેમજ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સાથે સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડમાં ભોગ બનેલાના પરિજનોના ખબર અંતર જાણ્યા હતા.
કડક દારૂબંધીની અમલવારી માટે જનતા રેડ કરશે
સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત બાદ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા મીડિયા સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાત માં ઠેર ઠેર દારૂ વેચાય છે અને દારૂ વેચવાવાળાઓને સરકાર અને તંત્ર છાવરે છે. ત્યારે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપી દેવું જોઈએ. આવનાર સમયમાં યુથ કોંગ્રેસ દરેક જિલ્લાના પોલીસ વડાને દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા આવેદન પાઠાવશે .ત્યારબાદ યુથ કોંગ્રેસ જરૂર પડશે, તો ઠેરઠેર જનતા રેડ ના પણ કાર્યક્રમો કરશે અને ગુજરાતમાં દારૂબંધીની અમલવારી માટે લડશે.

ગુજરાત નશાનો અડ્ડો બનતું હોવાનો આક્ષેપ
આજે દેશમાં ગુજરાત નશાનો અડ્ડો બની રહ્યું છે. વારંવાર હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે અને ઠેર ઠેર દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે, ત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે કે સરકાર યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ નશાના રવાડે ચડાવી દેવા માંગે છે. ત્યારે યુથ કોંગ્રેસ આ મુદ્દે આક્રમક્તાથી લડશે અને ગુજરાતના યુવાનોને જાગૃત કરશે.

અન્ય સમાચારો પણ છે...