તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માત્ર તાંબા, પિત્તળ, લોખંડના ધાતુપાત્ર વાસણોનું એકમાત્ર મ્યુઝિયમ છે અમદાવાદના વિશાલા પરિસરમાં આવેલું વિચાર મ્યુઝિયમ. જેમાં 100 વર્ષથી માંડી 1000 વર્ષ સુધી જૂના સહેજેય 4500 જેટલા વાસણો જોવા મળે છે. કેવી રીતે આ મ્યુઝિયમનો પાયો નંખાયો તેમજ શું છે તેમાં? તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે. મ્યુઝિયમ વીક ચાલે છે ત્યારે શહેરના આ મ્યુઝિયમ વિશે જાણીએ. 1980માં વિચાર ધાતુપત્ર વાસણોનું મ્યુઝિયમ શરૂ થયું હતું. તેમાં 1 હજાર વર્ષ જૂનો ચરું પણ છે તો કરેંડીયો,તાંબાના વાસણો તેમજ ઘંટીઓ અને 1 ઇંચથી 6 ફૂટ સુધીના અલભ્ય વાસણો જોવા મળે છે.
5 વાસણોથી મેં આ મ્યુઝિયમ શરૂ કરેલું પછી 1979 દરમિયાન મને વાસણો વસાવવાની એવી લગની લાગી કે તે વખતે પત્નીનું દોઢેક લાખનું સોનુ વેંચી બીજા વાસણો લાવ્યો અને 1980માં આ મ્યુઝિયમ શરૂ કર્યું. દુનિયાનું આ એકમાત્ર એવું મ્યુઝિયમ છે જેમાં આજે સહેજેય 4500 જેટલા અલભ્ય વાસણો છે. - સુરેન્દ્ર પટેલ, ફાઉન્ડર, વિચાર મ્યુઝિયમ
41 વર્ષ પહેલાં પત્નીનું સોનુ વેંચી અલભ્ય વાસણો લાવ્યો
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.