તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં આજે 6 મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકામાં યુવા ચહેરાઓને પણ ભાજપે સ્થાન આપ્યું છે. ત્યારે દરિયાપુર વોર્ડમાં ભાજપે યુવા અને રમતવીર મહિલાને ટિકિટ આપી છે. તાઈકવૉન્ડો રમત સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય રમતવીર વિભૂતિ પરમારને ટિકિટ આપવામાં આવી છે. DivyaBhaskarએ રમતવીર મહિલા ઉમેદવાર વિભૂતિ પરમાર સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી.
હું ભાજપના વિચારો સાથે કામ કરવા માગું છું: વિભૂતિ પરમાર
વિભૂતિ પરમારે જણાવ્યું હતું કે હું એક આંતરરાષ્ટ્રીય રમતવીર છું. ભાજપ સાથે છેલ્લા એક વર્ષથી જોડાયેલી છું. પક્ષની Idology સાથે જોડાયેલી છું. ભાજપમાં હું કોઈ હોદ્દા પર નથી, પરંતુ ભાજપના વિચારો સાથે કામ કરવા માગું છું. આથી મેં ભાજપમાંથી ટિકિટ માગી છે અને મને પક્ષે ટિકિટ આપતાં આભાર માનું છું. એક રમતવીર તરીકે તે 6 જેટલા અવૉર્ડ નેશનલ લેવલે મેળવી ચૂકી છું. દરિયાપુરમાં લઘુમતી સમાજના વધુ વોટ છે અને ત્યાં વધુ પ્રભુત્વ છે, એ વિશે પૂછતાં તેણે જણાવ્યું હતું કે જ્ઞાતિ સમીકરણો બહુ કામ કરતાં નથી. જીત્યા બાદ પ્રજાનાં કામ કરવાં મહત્ત્વનું છે.
લેજમાં આવ્યા બાદ NCC અને NSSમાં જોડાઈ હતી: વિભૂતિ પરમાર
વિભૂતિ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સ્કૂલમાંથી જ આ રમત સાથે જોડાયેલા છે. ધો.7માં અભ્યાસ કરતા હતા, ત્યારથી તેઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવાની શરૂઆત કરી હતી અને આ રમત પણ તેની સાથે જોડાયેલી હોવાથી વધુ રસ લીધો હતો. કોલેજમાં આવ્યા બાદ NCC અને NSSમાં જોડાઈ હતી. કોલેજમાં પણ રમતમાં આગળ વધી હતી ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ પ્રતિનિધિત્વ કર્યું છે અને મેડલ મેળવ્યા છે. પરિવારની વાત કરીએ તો પિતા સરકારી અધિકારી છે માતા હાઉસ વાઈફ છે. નાનો ભાઈ છે જે બિઝનેસ કરે છે. આજે ઘરના સપોર્ટના કારણે તેઓ આગળ વધ્યા છે.
એશિયન ગેમ્સ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવ્યું
વિભૂતિ પરમાર દરિયાપુર વિસ્તારમાં રહે છે અને તેની ઉંમર 25 વર્ષની છે. તે તાઈકવૉન્ડો રમતની આંતરરાષ્ટ્રીય રમતવીર છે. તે નેશનલ લેવલે 6 અને સ્ટેટ લેવલે 7 મેડલ જીતી ચૂકી છે. ખેલ મહાકુંભમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂકી છે. તેણે એશિયન ગેમ્સ ચેમ્પિયનશિપમાં પણ ચોથું સ્થાન મેળવ્યું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.