ભાજપમાં ભરતી મેળો:કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયાં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું - Divya Bhaskar
ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું
  • સ્વ ડો.અનિલ જોષિયારા 5 વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે
  • હું પહેલાથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઇ રહ્યો છું: કેવલ જોષિયારા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યમાં આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે ભાજપે પ્રયાસો શરૂ કરી દીધા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ઉત્તર ગુજરાતના ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા એ પણ ભાજપના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ પહેર્યો હતો.

કેવલ જોષિયારા સાથે 1500 કાર્યકરો ભાજપમાં જોડાયા
કેવલ જોષિયારાએ કહ્યું હતું કે, ભાજપમાં જોડાવાનો નિર્ણય મારો સ્વતંત્ર નિર્ણય છે. હું પહેલાથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઇ રહ્યો છું. પછી તે ભિલોડા હોય, ગુજરાત હોય કે દેશ હોય નરેન્દ્ર મોદીનો વિકાસ જોઇને મને પણ એમ લાગ્યું કે, મારે પણ તે પક્ષમાં જોડાવવું જોઇએ. જ્યાર સુધી પિતા હતા ત્યાં સુધી હું તેમની સાથે સેવાના કાર્યો કરી રહ્યો હતો. પરંતુ ભાજપમાં જોડાઇને કામ કરવાનો નિર્ણય મારો પોતાનો છે. આજે કેવલ જોષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કર્યો છે.

સ્વ ડો.અનિલ જોષિયારા 5 વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે
કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય સ્વર્ગસ્થ અનિલ જોષિયારા 5 વખત વિધાનસભા બેઠક જીતી ચૂક્યા છે. તેઓ સૌથી પહેલા 1995માં ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ 1996માં મંત્રી પણ બન્યા હતા. બાદમાં 2002થી તેઓ સતત ચાર વખત કોંગ્રેસમાંથી જીત્યા હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ શંકરસિંહ વાઘેલાની પાર્ટી રાજપામાં જોડાયા હતા. જો કે રાજપામાંથી તેઓની ચૂંટણીમાં હાર થઈ હતી. બાદમાં 2002માં તેઓ કોંગ્રેસમાંથી સતત ચૂંટાતા આવ્યા છે.

ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થયું
બે મહિના સુધી કોરોના સંક્રમિત રહેલા પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થયું છે. ડો.અનિલ જોષીયારાને વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.