લોકડાઉન 4.0 / આપના માટે અતિ અગત્યનું, જાણો ગુજરાતમાં શું ખુલ્લું અને શું બંધ રહેશે, સેવ અને શેર કરો

Very important for you, know what is open and what will be closed in gujarat during lock down 4.0
X
Very important for you, know what is open and what will be closed in gujarat during lock down 4.0

  • લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 વ્યક્તિની હાજરી સાથે છૂટ પણ કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં શું તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં
  • રાજ્યના શહેરી વિસ્તારોમાં કન્ટેઇન્મેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોને 50 ટકા સ્ટાફ સાથે શરૂ કરવા દેવાશે
  • સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોનું પાલન અને સ્ટાન્ડર્ડ સેફ્ટી પ્રોટોકોલ પાલન સાથે ઉદ્યોગોને છૂટ અપાશે

દિવ્ય ભાસ્કર

May 19, 2020, 02:32 AM IST

અમદાવાદ. કેન્દ્ર સરકારે લોકડાઉન 4.0 31 મે સુધી લંબાવવામાં આવ્યું હોવાની જાહેરાત કર્યાં બાદ આજે રાજ્ય સરકારે પણ લોકડાઉન 4.0ના નવા નિયમો જાહેર કર્યાં છે.આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કરી નવી ગાઈડલાઈનની જાહેર કરી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, 54 દિવસથી લોકડાઉનની સ્થિતિમાં નિયમોના અનુપાલન કોરોના વોરિયર્સ એવા તબીબો, પોલીસ, નર્સ સ્ટાફ, સફાઇ કર્મીઓની સેવા ભાવનાને પણ તેમણે બિરદાવી હતી. 

મુખ્યમંત્રીએ જાહેર કરેલા ગાઇડલાઇન-નિયમો

>> કન્ટેઈન્મેન્ટ ઝોનમાં માત્ર જીવન જરૂરી વસ્તુને છૂટ
>> કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
>> કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે.
>> સમગ્ર ગુજરાતમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સવારના 8 થી બપોરના 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ 
>> કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
>> ભારત સરકારના ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કર્ફ્યુનો કડક અમલ.
>> કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહિં. આ બાબતોમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ ક્લાસ, જિમ, સ્વીમીંગ પૂલ, બાગ– બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે.
>> હાલ, શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સિટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી.
>> આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે ક્વોરન્ટીન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ,કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર આ સિવાયની ગતિવિધિઓમાં મોટાપાયે છૂટછાટ આપવામાં આવશે.
>> અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ ચાલુ કરવા દેવાશે. આ બન્ને શહેર અંગે બીજા તબક્કામાં નિર્ણય કરાશે.
>> એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે.
>> માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરતી ખોલવાની રહેશે, એટલે કે 50 ટકા દુકાનો એક દિવસે અને 50 ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે.
>> દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાચં કરતા વધુ ગ્રાહકો રહિ શકશે નહિં.
>> કન્ટેઈન્મેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં.
>> પશ્ચિમ અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ વેપાર, ધંધા, ઓફિસો ચાલુ કરવા દેવાશે. પૂર્વ અમદાવાદમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી.
સમગ્ર ગુજરાતમાં એસ. ટી. બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં.
>>લગ્ન સમારોહ માટે વધુમાં વધુ 50 વ્યક્તિઓને મંજૂરી અપાશે. અંતિમ સંસ્કાર વિધિ માટે 20 વ્યક્તિઓને અનૂમતિ અપાશે.
>>કન્ટેઈન્મેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ માત્ર ટેઈક અવે ને મંજૂરી આપવામાં આવશે.
>>વાળંદની દુકાનો– બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે.
>>સમગ્ર રાજ્યમાં 60 ટકા કેપેસિટી સાથે પબ્લિક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે.
>>કેબ, ટેક્ષી અને કેબ એગ્રીગ્રેટર્સની સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર વધુમાં વધુ બે પેસેન્જર સાથે ચાલુ કરવા દેવાશે. પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્ષીની સેવાઓ બંધ રાખવામાં આવશે.
>> સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરવાના હેતુથી ચાલુ રાખી શકાશે. પરંતુ હોમ ડિલીવરી માટે જનારા વ્યકિતનું સંપૂર્ણ આરોગ્ય પરિક્ષણ, હેલ્થકાર્ડ પણ કરાવવાનું રહેશે જેથી તે સુપર સ્પ્રેડર ન બને અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાવે.
>> રાજ્યમાં સિટી લિમીટ બહાર રોડ સાઈડ ઢાબાને પણ ચાલુ કરવા દેવાશે.
33 ટકા કેપેસિટી સાથે પ્રાઈવેટ ઓફિસીસ પણ કન્ટેઈન્મેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ચાલુ કરવા દેવામાં આવશે.
>>પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે.
>> તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન્સ સમગ્ર રાજ્યમાં કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે.
>>પ્રાઈવેટ કાર અને ટૂ વ્હીલર્સને કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ મળશે.
ટૂ વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાઈવર ઉપરાંત બે વ્યક્તિઓ અવર – જવર કરી શકશે.
>> સુરતમાં ઓડ – ઈવન નંબર પ્રમાણે ટેક્ષટાઈલ માર્કેટ ચાલુ કરી શકાશે.
>> ડાયમન્ડ, વિવિંગ અને પાવર લૂમ્સ યુનિટોને પણ 50 ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવાનું આવશ્યક રહેશે.
>> સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો ગુડ્સ ટ્રાન્સપોર્ટને પરવાનગી આપવામાં આવશે.
>> આ સૂચનાઓ – ગાઈડલાન્સ 19 મે મંગળવારથી 31 મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે.
>> આ બધી જ સૂચનાઓ સાથો સાથ સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને રૂ. 200નો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહિં પહેરનારાઓને પણ 200 રૂપિયા દંડ કરાશે.
જે વ્યકિતઓને N-95 કે ત્રિપલ લેયર માસ્ક પોતાના ઉપયોગ માટે ખરીદવા હોય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાર્લર ઉપરથી તે મળી શકશે. 
>> પ્રથમ તબક્કે અમદાવાદ મહાનગરમાં તેનું વેચાણ શરૂ કરાયા બાદ ક્રમશ: સમગ્ર રાજ્યમાં અમૂલ પાર્લર પરથી આવા માસ્કનું વેચાણ થશે. 
>> આ માસ્કની કિંમત પણ N-95 માટે રૂ. 65 પ્રતિ માસ્ક અને ત્રિપલ લેયર માસ્ક માટે પ્રતિ માસ્ક રૂ. પ ની રાખવામાં આવી છે. 
>> કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા અને એસટી બસ સેવા શરૂ કરાશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી