તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Verification Of Candidature Form For Gandhinagar Municipal Elections, Daughter Came To Bharuch To Meet Father After One And Half Years, But Body Was Found.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી, દોઢ વર્ષે પિતાને મળવા પુત્રી ભરૂચ આવી, પણ મૃતદેહ મળ્યો, કોવિડ સ્મશાનમાં હૈયાફાટ રુદન

અમદાવાદ11 દિવસ પહેલા

નમસ્કાર!

મેટ્રો ટ્રેનના કામકાજને કારણે અમદાવાદનો શ્રેયસબ્રિજ આજથી ત્રણ મહિના માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. રાજકોટ કોર્ટમાં કોરોના કેસો વધવા લાગતા આજે જજ અને સ્ટાફ માટે વેક્સિનેશન કેમ્પ યોજાશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ50,029.83-
ડોલરરૂ.73.32-0.11
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ47,000+300

આ 3 ઘટના પર રહેશે નજર

1) ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 2) મેટ્રો ટ્રેનના કામકાજને કારણે અમદાવાદનો શ્રેયસબ્રિજ આજથી ત્રણ મહિના માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. 3) રાજકોટ કોર્ટમાં કોરોના કેસો વધવા લાગતા; આજે જજ અને સ્ટાફ માટે વેક્સિનેશન કેમ્પ યોજાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) દોઢ વર્ષ બાદ પિયરમાં પિતાને મળવા પુત્રી ભરૂચ પહોંચી, પણ મૃતદેહ મળ્યો, કોવિડ સ્મશાનમાં પુત્રીનું હૈયાફાટ રુદન
ભરૂચમાં એક કોરોના સંક્રમિત દર્દીનું મોત નીપજ્યું હતું, જેમની અંતિમવિધિ દરમિયાન કોવિડ સ્મશાનમાં હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યાં હતાં. એક દીકરી, જે કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી પિતાને મળવા આવી શકી ન હતી. તેને જ્યારે માલૂમ થયું કે પિતાની હાલત નાજૂક છે તો તે તેમને મળવા પહોંચી હતી, પરંતુ તે પહોંચી ત્યારે તેને પિતાનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે પિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે પપ્પા....પપ્પા...કહી દીકરીએ હૈયાફાટ રુદન કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

2) દિવ્યભાસ્કરના અહેવાલની અસર, અદાણી ગ્રુપે અમદાવાદ એરપોર્ટ પરનો ફ્રી પિકઅપ-ડ્રોપનો સમય 5 મિનિટથી વધારીને 10 મિનિટ કર્યો
અદાણી ગ્રુપ સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલથી ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવામાં આવ્યો હતો, જેને પગલે DivyaBhaskar ન્યૂઝ એપની ટીમે ખરેખર 5 મિનિટમાં સમાન ઉતારીને બહાર જઇ શકાય કે નહીં એ અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું. આ અહેવાલ પ્રકાશિત થયાના 24 કલાકમાં જ અદાણી ગ્રુપે ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો ફરી વધારીને 10 મિનિટનો કર્યો છે, જે આજ મધરાતથી લાગુ થઈ જશે.
વાંચો સમાચાર વિગતવાર

3) મોરબીના કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાઇરલ થતાં ચકચાર, દર્દીઓની ખુલ્લામાં બાટલો ચઢાવી સારવાર
મોરબી જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલો દર્દીઓથી ઊભરાયેલી નજરે પડી રહી છે. મોરબી જિલ્લામાં ગઇકાલે 1લી તારીખે સરકારી ચોપડે કોરોના પોઝિટિવના 26 કેસો નોંધાયા હતા અને એક દર્દીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે. એવામાં મોરબીના એક કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ખંભાતમાં સામાન્ય કર્મચારીના ઘરે રેડ, 3.25 કરોડ રૂપિયા રોકડા ઝડપાયા, 2 હજારના 50 અને 500ના 450 બંડલ મળ્યા
આણંદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખંભાતના ખારો પાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશ પટેલના ઘરે બાતમીના આધારે દરોડા પાડીને 3.25 કરોડ રૂપિયાની રોકડ ઝડપી પાડતા ચકચાર મચી છે. SOGને મળેલી ચલણી નોટોના બંડલની ગણતરી કરતાં 2000ના દરની નોટોનાં 50 બંડલ, જ્યારે 500ના દરની નોટોનાં 450 બંડલ મળ્યાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજ્યમાં કાબૂ બહાર કોરોના, ફરી ઓલટાઈમ હાઈ 2640 નવા કેસ, ચાર મહિના બાદ પહેલીવાર 11 દર્દીનાં મોત
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2640 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 3-3 તથા વડોદરા શહેર અને ભરૂચમાં 1-1 મળી કુલ 11 દર્દીનાં મોત થયાં છે. આ સાથે મૃત્યુઆંક 4,539એ પહોંચ્યો છે તેમજ એક્ટિવ કેસનો આંકડો 13 હજારને પાર થઈ ગયો છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો