હાઈકોર્ટની નારાજગી:વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાએ અર્બન ફોરેસ્ટના 1200 વૃક્ષોનું નિકંદન કાઢ્યું, હાઈકોર્ટે ટીપી સ્કીમનું નામકરણ પર રોક લગાવી

અમદાવાદ13 દિવસ પહેલા
વેરાવળ-પાટણમાં બુલડોઝર ફેરવીને વૃક્ષોનો સફાયો બોલાવી દેવાયો હતો
  • પાલિકાની હદમાં રાજ્ય સરકારની નંદનવન યોજના હેઠળ વૃક્ષો રોપાયા હતા
  • અર્બન ફોરેસ્ટને દૂર કરી શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા માટે ખરડો પસાર કરાયો હતો
  • સંયુક્ત પાલિકાએ પ્લોટ નંબર 290ની જગ્યા પર 1200 જેટલા વૃક્ષોને દૂર પણ કરી દીધા

ગીર-સોમનાથ જિલ્લામાં વિકાસના નામે પર્યાવરણનું નિકંદન એટલે કે વૃક્ષોનો નાશ કરવા મુદ્દેની વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા સત્તાધીશો સામે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. નગરપાલિકાના સત્તાધીશો સામે ગુજરાત હાઇકોર્ટે સખ્તાઈ દાખવતા પાલિકાની ટીપી સ્કીમ નામકરણ પર રોક લગાવી દીધી છે. પાલિકા દ્વારા 1200 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું.

કેમ અર્બન ફોરેસ્ટનો સફાયો કરાયો?
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા અર્બન ફોરેસ્ટને દૂર કરી શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા માટે ખરડો પસાર કરવામાં આવ્યો હતો. જે મામલે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. પાલિકાના સત્તાધીશોએ પ્લોટ નંબર 290ની જગ્યા પર 1200 જેટલા વૃક્ષોને દૂર પણ કરી દીધા હતા અને વિકાસના કામ માટે વર્ક ઓર્ડર આપી દીધો હતો.

શહેરી વિસ્તારમાં વૃક્ષો કપાતા સ્થાનિકોમાં રોષ હતો
શહેરી વિસ્તારમાં વૃક્ષો કપાતા સ્થાનિકોમાં રોષ હતો

નારાજગી સાથે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી
અર્બન ફોરેસ્ટના 1200 વૃક્ષોનું નિકંદન કઢાતા અને શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ હેમંત પ્રછચ્કની ખંડપીઠે તેની ગંભીર નોંધ લીધી હતી અને પાલિકાના સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરી હતી.

વૃક્ષો કાપીને વિકાસ કામ કરવા મુદ્દે સ્થાનિકોએ જાહેરહિતની અરજી કરાઈ હતી
વૃક્ષો કાપીને વિકાસ કામ કરવા મુદ્દે સ્થાનિકોએ જાહેરહિતની અરજી કરાઈ હતી

હાઈકોર્ટે ન્યુ ટીપી સ્કીમની અમલવારી પર રોક લગાવી
આ બાબતે અરજદારના વકીલ પ્રિતેશ શાહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, આ પ્લોટ જે તે સમયે રાજ્ય સરકારના નંદનવન યોજના અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને સ્થાનિકો મારફતે તેનું જતન પણ કરવામાં આવતું હતું. જો કે રાજ્ય સરકારની પરવાનગી વિના જ નગરપાલિકાના સત્તાધીશોએ તે સ્થાન પર ઓડિટોરિયમ અને શોપિંગ સેન્ટર બનાવવા માટે આ વૃક્ષોને કાપી નાખવા બાબતે અવલોકન કરી કહ્યું કે, એ દિવસો દૂર નથી કે જ્યારે લોકો ઓક્સિજન વિના તરફડશે. જેથી ગુજરાત હાઈકોર્ટે પાલિકાનાં વિકાસ કામોમાં ન્યુ ટીપી સ્કીમની અમલવારી પર રોક લગાવી કોર્ટની પરવાનગી બાદ જ આગળની પ્રક્રિયા કરવા માટે નિર્દેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...