તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેન્ટિલેટર વિવાદ:AMCમાં કોર્પોરેટરોના બજેટમાંથી વેન્ટિલેટર ખરીદી મામલે મેયરે કહ્યું- કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, કોંગ્રેસે તપાસની માગ કરી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સ્ટેન્ડિગ કમિટીમાં ભાજપના જ સભ્યએ કમિશનરે ખરીદીના હિસાબ ન આપતા સવાલો અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યએ કોર્પોરેટરોના બજેટમાંથી 250 જેટલા વેન્ટિલેટર ખરીદવા મામલે મ્યુનિસિપલ કમિશનર પાસે હિસાબ માંગતા ઉગ્ર વાતાવરણ થયું હતું. કમિટીમાં સભ્યે આક્ષેપ કર્યો હતો કે METમાંથી વેન્ટિલેટર ખરીદી મામલે હિસાબ નથી અપાતો. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુદ ભાજપના જ સભ્યોએ લગાવ્યો છે. જેને આજે મેયરે આજે ફગાવી કોઈ ભ્રષ્ટાચાર નથી થયો કહી અને તેમના જ સભ્યોના સવાલ સામે પ્રશ્નાર્થ લગાવી દીધો છે.

METના ચેરમેન મેયર કિરીટ પરમાર છે
METના ચેરમેન ભાજપના જ મેયર કિરીટ પરમાર છે અને તેમાં જ ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા સવાલો ઉભા થયા છે. કોંગ્રેસ પક્ષે પણ આ મામલે આજે મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપ્યું હતું અને માગ કરી હતી કે, આ મામલે તપાસ થવી જોઈએ.

તપાસ કરીને બજેટના હિસાબ સ્ટેન્ડિંગમાં મૂકવા માગ
કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષી, પક્ષના કોર્પોરેટરોએ આજે મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપી માગ કરી હતી કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ટ મુજબ માહિતી માગવાનો અને ચર્ચાનો અધિકાર છે. તેમના ફાળવેલા બજેટમાંથી રકમનો હિસાબ માગી શકે છે. જેથી METના ચેરમેન તરીકે મેયર આ પક્ષની તપાસ કરવામાં આવે અને ખરીદી અંગે ટેન્ડર કર્યા હોય તો સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવે. મેયર કિરીટ પરમારે આ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, ટેન્ડર કરી સમગ્ર પ્રક્રિયા થઈ છે. ભ્રષ્ટાચારની કોઈ વાત નથી. પારદર્શિતા રીતે જ આ વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા છે.