નવો નિયમ:વાહનનો ટેક્સ, PUC બાકી હશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં આપી શકાય; ભાડે વાહન લાવનારાઓએ પણ તમામ પુરાવા રજૂ કરવા પડશે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ​​​​​​​વાહનના પુરાવા ચકાસવાની સત્તા ઇન્સ્પેક્ટરો પાસે છે: RTO

સુભાષબ્રિજ આરટીઓના ઇન્સ્પેકટરોની તપાસમાં ખાનગી અથવા કોમર્શિયલ વાહનોના પીયુસી, ફિટનેશ, કે ટેક્ષ બાકી હશે તો ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકાશે નહીં.

વાહનના પુરાવાની ચકાસણી કરવાની જીઆઇએસએફને કોઇ સત્તા નથી, પરંતુ ઇન્સ્પેકટરો તપાસ કરી શકશે. ઇન્સ્પેકટરોની તપાસમાં વાહનના પુરાવા પૂરતા નહીં હોય તો વાહન માલિકે તાત્કાલિક નિયમ મુજબ ફી ભરીને પુરાવા એકત્રિત કરવા પડશે, ત્યાર બાદ જ ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકશે.

વાહનના પુરાવાની ચકાસણી કરાય છે
ટુવ્હીલર, કાર અને રીક્ષામાં ભાડાંના વાહન સાથે ડ્રાઇવિંંગ ટેસ્ટ આપી શકાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં વારંવાર એક જ ભાડાંનું વાહન આવે તો જ રોકીને તપાસ કરાય છે. આ સિવાયના કેસોમાં વાહન રોકાતું નથી. ડ્રાઇવિંગ ટેસ્ટમાં અરજદાર પાસે પોતાનું વાહન હોય તો જ ટેસ્ટ આપવાની વાત ખોટી છે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં આવતા વાહનોના પુરાવાની ચકાસણી ઇન્સ્પેકટરો કરે છે. - આર.એસ.દેસાઇ, સુભાષબ્રિજ આરટીઓ

ભાડાનાં વાહનો સામે RTOને વાંધો
અરજદારો એક જ સ્થળેથી વાહન ભાડે લેતા હોય તો પણ આરટીઓને વાંધો છે. એનો અર્થ એ થયો કે, અરજદાર પાસે પોતાની કાર અથવા રિક્ષા હોવી જરૂરી છે. સરકારની ગાઇડલાઇનમાં ભાડાં કે પોતાના વાહનમાંથી કયું વાહન ડ્રાઇવિંગ ટેસ્ટમાં લેવું ? તેવો કોઇ ઉલ્લેખ કરાયો નથી. આમ છતાં સરકારની ઉપરવટ જઇને આરટીઓ અધિકારીઓ પોતાની મનમાની કરે છે. - અરજદાર

અન્ય સમાચારો પણ છે...