તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:વટવા પોલીસે ગૌમાંસના આરોપીને માર્યાનો આક્ષેપ, સોશિયલ મીડિયા પર વીડિયો ફરતો થયો

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે કહ્યું, આરોપીએ ભાગવા માટે પહેલા માળેથી કૂદકો માર્યો હતો, તેથી ઈજા થઈ હતી

વટવા પોલીસે એક યુવકને માર માર્યો હોવાનો વીડિયો સોેશિયલ મીડિયામાં ફરતો થયો હતો. વીડિયોમાં પોલીસે યુવકને ગૌમાંસનો ગુનો કબૂલવા માટે દબાણ કરીને મારમારી પહેલા માળેથી નીચે ફેંકી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

બીજી તરફ પોલીસનું કહેવું છે કે, આરોપીએ બાથરૂમ જવાના બહાને નાસી જવા માટે જાતે પહેલા માળેથી કુદકો માર્યો હતો. આ વીડિયોમાં વટવાના રહેવાસી રિઝવાન કુરેશીએ હોસ્પિટલમાંથી વટવા પોલીસ ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે તેને 15 જેટલા પોલીસ કર્મચારીઓએ લાકડીઓ અને પટાથી મારમારીને ગૌમાંસનો ગુનો કબૂલવા દબાણ કર્યું હતું. જેમાં તેણે ઈન્કાર કરતા પહેલા માળેથી નીચે ફેંકી દેવાયો હતો.

જ્યારે વટવા પોલીસે જણાવ્યું હતું કે, બાતમી આધારે પોલીસે રિઝવાન કુરેશીની દુકાનમાં રેડ પાડીને માંસ જપ્ત કર્યંુ હતું. તે સમયે રિઝવાન હાજર નહતો. પોલીસે માંસ એફએસએલમાં મોકલતા તે ગૌમાંસ હોવાનું ખુલતા રિઝવાનની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તેણે બાથરૂમ જવાનું કહી ભાગવાનો પ્રયત્ન કરતા પહેલા માળેથી કૂદકો માર્યો જેમાં તે ઈજા પામતા પોલીસ તેને લઈને હોસ્પિટલ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો