તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:એકવાર સજાવાયેલું વટવા તળાવ, ઉદઘાટન બાદ ઉકરડો બની ગયું છે

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1 લાખ રહીશો વર્ષો બાદ પણ રમણિય તળાવની સુવિધાથી વંચિત જ રહ્યા

વટવાનું આ એક એવું તળાવ છે જેને ઉદઘાટન વખતે જ શણગારાયું, પછી કોઈ દેખરેખ જ ન થઈ અને આજે ઉકરડા જેવું બન્યું છે. આસપાસના નાગરિકો તળાવ કિનારે અને આસપાસ ગંદકી કરે છે. અહીં તળાવમાં પાણી હોતું જ નથી અને હોય તો ગંદુ પાણી ભરાયેલું જોવા મળે છે. વટવા વિસ્તાર આમ પણ પ્રદુષણને લઈને બદનામ છે તેમાં આસપાસના સહેજેય 1 લાખ જેટલા રહિશોને તળાવ જેવી સુવિધા પણ નામ માત્રની છે કેમ કે તેનું કોઈ મેઈન્ટેનન્સ જ થતું નથી.

સ્થાનિકોની ફરિયાદો છે કે જો આ તળાવને બરાબર ડેવલપ કરાય તો લોકોને કાંકરિયા સુધી જવું ન પડે. આ ઉપરાંત આસપાસના લોકો કચરો ફેંકે છે તેમજ ગંદકી કરે છે. તો કેટલાકે પોતાના સોસાયટીને પાઈપલાઈનને સીધી તળાવમાં આપી દીધી છે. આ બધુ અટકે તો વટવાના લોકોને અહીં આવવાનું પણ ગમે.

વટવાને બદલે કાંકરિયા સુધી લંબાય છે સ્થાનિકો
વટવાના તળાવની સ્થિતી તદ્દન બદતર છે. આ વિસ્તારમાં કોઈને પણ ફરવા જવાનું કહેશો તો તે કાંકરિયાનું જ નામ આપશે કેમ કે વટવાનું તળાવ ફરવાને લાયક જ રહ્યું નથી. અહીં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે તો બીજી તરફ વધારે વૃક્ષો ઉછેરવાની પણ જરૂર છે. આમ કરવાથી જ આ તળાવ રળિયામણું બનશે. બાકી હાલ તો આ તળાવ ખંડેર જેવું જ લાગે છે. જો તેનો બરાબર વિકાસ કરાય તો સ્થાનિકો પણ આવે. -મહેન્દ્ર પટેલ,સ્થાનિક

તળાવમાં ગંદકી ભરેલું પાણી જ છે, સફાઇ થતી નથી
વટવાનું તળાવ હાલ શોભાના ગાંઠિયાની જેમ છે. તળાવ છે પણ પાણી નથી. જો પાણી દેખાય તો તે પણ ગંદુ હોય. આસપાસના લોકો ગમે ત્યારે ગંદકી કરે છે. અહીં સ્થાનિક સ્ટાફનો પણ અભાવ છે. નિયમિત સફાઈ કરવી કે પછી ગાર્ડનની દેખરેખ રાખવી તેની તંત્રને કોઈ પરવા જ નથી. અહીંના લોકોને બહાર ફરવા જવું હોય તો રિવરફ્રન્ટ કે કાંકરિયા જ પસંદ કરે છે. બાકી આ ઘર આંગણે રહેલા તળાવને બરાબર રીતે ડેવલપ કરાય તો આ સુંદર સ્થળ બની રહે. -ફેનીલ ચાતોથ, વટવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો