તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:વટવા GIDC પોલીસ સ્ટેશનના પૂર્વ વહીવટદારની મહિલા બુટલેગરને ધમકી, PSIની ઓડિયો ક્લિપ અને વહીવટદારો કારનામા બહાર આવતાં ધમકી આપી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PI ડી.આર.ગોહિલના પૂર્વ વહીવટદાર કિરપાલસિંહે ફોન કરી ધમકી આપતા રાજ્ય પોલીસવડાને ફરિયાદ કરી બુટલેગરને ધમકાવવા પૂર્વ વહીવટદારને કોને કહ્યું તેના પર સવાલ?

શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા શહેરના ઇન્ડસ્ટ્રીયલ હબ એવા વટવા GIDC પોલીસ સ્ટેશન હપ્તારાજ અને વહીવટદારના રાજને લઈ હવે વિવાદમાં આવ્યું છે. વટવા GIDC પોલીસ સ્ટેશનના તત્કાલીન PSI એસ.એસ ગોસ્વામી અને વહીવટદાર રાજભા સામે ACBમાં ફરિયાદ કર્યા બાદ એક વર્ષ પહેલાં PI ડી. આર.ગોહિલના વહીવટકર્તા ક્રિપાલસિંહે ફરિયાદી મહિલા બુટલેગર મીનાક્ષીબેનને વોટ્સએપ કોલ કરી ધમકી આપી હતી કે આ ખોટું કર્યું છે. હવે મજા નહિ આવે, તમારું ધ્યાન રાખજો આ કહી ધમકી આપી હતી. PSI એસ.એસ.ગોસ્વામી, PI ડી આર.ગોહિલ, વહીવટદાર રાજભા, મહેન્દ્રસિંહ કે અન્ય અધિકારીના કહેવાથી બુટલેગરને ધમકાવવા પૂર્વ વહીવટદારને કહ્યું ? તેના પર સવાલ ઉભા થયા છે.

બીજી તરફ PSI એસ.એસ ગોસ્વામીની ઓડિયો કલીપ વાઇરલ અને ACBમાં ફરિયાદ અંગે Divyabhaskarના અહેવાલ બાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. સેકટર 2 જેસીપી ગૌતમ પરમાર પાસે આ બાબતે રિપોર્ટ માંગ્યો છે. ડીસીપી ઝોન 6 એ.એમ.મુનિયાને તપાસ સોંપાઈ છે.

વિનોબાભાવેનગરમાં રહેતી મીનાક્ષીબેન રાઠોડે રાજ્ય પોલીસવડા અને ગૃહમંત્રીને અરજી કરી છે કે મણિનગર પોલીસ સ્ટેશનમાં PSI અને પહેલા વટવા GIDC પોલીસ સ્ટેશનના PSI તરીકે ફરજ બજાવનારા એસ.એસ ગોસ્વામી મહિનાથી ગાડીના હપ્તા માટે હેરાન કરી રહ્યા છે. વહીવટદાર રાજભા અને મહેન્દ્રસિંહને મોકલી ડરાવી પૈસા લઈ જાય છે. જેની ઓડિયો કલીપ વાઇરલ કરી હતી અને ACBમાં અરજી કરી હતી. જે મીડિયામાં આવતા વટવા GIDC પોલીસ સ્ટેશનના PI ડી. આર ગોહિલનો એક વર્ષ પહેલાં વહીવટદાર એવા ક્રિપાલસિંહે રૂ. 50 હજારનો હપ્તો બાંધી અને દેશી દારૂ વેચવા પરમિશન આપી હતી. જે ક્રિપાલસિંહે સોમવારે રાતે વોટ્સએપ પર ફોન કરી ધમકી આપી હતી. કે મીનાબેન, આ ખોટું કર્યું છે. હવે મજા નહિ આવે, તમારું ધ્યાન રાખજો. આવી ધમકીના પગલે કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ સામે કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ACBમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા ખોટા કેસ ન કરવામાં આવે તેવી પણ જાણ કરી છે.

અમદાવાદમાં પોલીસ ખાતામાં સાહેબના ખાસ માણસ ગણાતાં વહીવટદારોની શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં હવે બોલબાલા ચાલી છે. સાહેબના ખાસ માણસ બનવા માટે લોકોમાં આંતરિક વિખવાદ આવે છે પરંતુ અમદાવાદના ઇન્ડસ્ટ્રીયલ હબમાં હવે વહીવટદાર રાજ ચાલ્યું હોવાના પુરાવા સામે આવે છે. હાલમાં વટવા અને વટવા GIDCમાં રાજભાનો દબદબો છે. વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશનમાં પીઆઇ બદલાઈ જાય પરંતુ વહીવટદાર તો રાજભા જ રહે છે. તેમની સામે ACBમાં પણ ફરિયાદ થઈ છે પરંતુ હજી સુધી તેની કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે ફરી એક્વાર મહિલા બુટલેગરે વહીવટદાર રાજભા સહિતના પોલીસકર્મી સામે ACBમાં ફરિયાદ કરી છે. ફરિયાદ આપવા છતાં તેઓમાં કોઈ ડર રહ્યો નથી અને હેરાન કરી પૈસા પડાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...