તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:MPમાં અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો ફરાર આરોપી વટવા GIDCમાંથી પકડાયો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હત્યા કરીને બાળકીની લાશ ઘઉંના ભૂસામાં સંતાડી હતી
  • વટવાની જેક્શન કંપનીના ગોડાઉનમાંથી ધરપકડ કરાઈ

મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના તેંદુખેડા ગામથી આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી, દુષ્કર્મ ગુજારી, હત્યા કરનાર આરોપીની મધ્યપ્રદેશ અને વટવા જીઆઇડીસી પોલીસે ઓપરેશન હાથ ધરી વટવાના જેક્શન કંપનીના ગોડાઉનમાંથી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ દાખલ થતા પોલીસે કેદાર પટેલના મકાનની પાછળ પડેલા ઘઉંના ભૂસામાંથી બાળકીનો મૃતદેહ મળવ્યો હતો. ત્યાર બાદ તપાસમાં કેદાર પટેલના દીકરા નીતિન પટેલે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કર્યાનું સામે આવ્યું હતું. જોકે, આરોપી નીતિન ફરાર હતો.

મધ્યપ્રદેશ પોલીસને બાતમી મળી હતી કે, નીતિન અમદાવાદની વટવા જીઆઈડીસીમાં છૂપાયેલો છે. જેથી મધ્યપ્રદેશ પોલીસે અમદાવાદ વટવા જીઆઈડીસી પોલીસની મદદ માગી, આરોપીની વિગતો આપી હતી. જેના આધારે વટવા જીઆઈડીસી પોલીસે મધ્યપ્રદેશ પોલીસને સાથે રાખી ઓપરેશન હાથ ધરી વટવા જીઆઇડીસીમાં આવેલી જેક્શન કંપનીના ગોડાઉનમાંથી આરોપી નીતિન પટેલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

બાળકીએ બૂમો પાડી તો ગળું દબાવીને હત્યા કરી
આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગત 5 જૂને બાળકી તેના ઘર પાસે રમતી હતી ત્યારે નીતિને એકલતાનો લાભ લઇ બાળકીનું મોઢું દબાવી ઘરે લઇ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ નીતિને બાળકીનું ગળું દબાવીને હત્યા કરી મૃતદેહ ઘઉંના ભૂસામાં સંતાડ્યો હતો. પછી ટ્રેનમાં અમદાવાદ આવી જેક્શન કંપનીના ગોડાઉનમાં કામે લાગ્યો હતો.

આરોપીના માથે 30 હજારનું ઇનામ હતું
મધ્યપ્રદેશના નરસિંહપુરા જિલ્લાના તેંદુખેડા ગામમાં 8 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી ફરાર થયેલા આરોપીની જાણકારી આપનારને રૂ.30 હજારનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...