ઉત્તર ભારતમાં ભારે ધુુમ્મસથી રવિવારે સવારથી જ અમદાવાદથી જુદાજુદા સેક્ટરની 17 ડોમેસ્ટિક ફલાઇટના શિડ્યૂલ ખોરવાયા હતા. દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ડાઉન થતાં અમદાવાદથી ઈન્ડિગોની સવારની 9.30ની ફ્લાઈટ સાડા ચાર કલાક મોડી રવાના થતાં 170 પેસેન્જર એરપોર્ટ પર અટવાયા હતા.
એરલાઇન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે અન્ય મુસાફરોને બીજી ફલાઇટમાં રવાના કર્યા હતા જ્યારે 100 મુસાફરો બપોરની ફલાઇટમાં દિલ્હી પહોંચાડ્યા હતા. વારાણસીમાં સાંજે 5 વાગ્યા બાદ ધુમ્મસ છવાઈ જતાં એટીસીએ લેન્ડિંગ ક્લિયરન્સ ન આપતા સાંજે અમદાવાદથી 5 વાગે ટેકઓફ થનાર ફલાઈટ રદ કરવી પડી હતી. જેથી મુુસાફરોને પહેલા મેસેજથી જાણ કરી દેવાઇ હતી.
રવિવારે ઇન્ડિગોની 10 ફલાઇટ એકથી સાડા ચાર કલાક, ગો ફર્સ્ટની ત્રણ ફલાઇટ એકથી દોઢ કલાક, સ્પાઇસ જેટની ત્રણ ફલાઇટ મોડી પડી હતી. અમદાવાદ એરપોર્ટ પર આગળથી શિડ્યૂલ ડિલે થતાં સ્પાઈસ જેટની દુબઈ ફ્લાઈટ 4 કલાક અને એર અરેબિયાની અબુધાબી જતી ફ્લાઈટ 3 કલાક લેટ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.