ચોરી:વંદે ભારત ટ્રેનમાં મુસાફરના 6 લાખના દાગીના ચોરાયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

વંદેભારત ટ્રેનમાંથી એક 55 વર્ષીય મુસાફરના 6 લાખના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ રેલવે પોલીસમાં નોંધાઈ છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. બોપલના જીઈબી રોડ પાસે નવનિધિ એલિગન્સમાં રહેતા 55 વર્ષીય પરેશ સોનાનીની ફરિયાદ મુજબ, તે વંદે ભારત ટ્રેનમાં સવાર હતા ત્યારે રૂ. 6 લાખના દાગીનાની ચોરી થઈ હતી. તે ઘરેથી બીઆરટીએસ બસમાં ઇસ્કોન ક્રોસ રોડ ગયા હતા, જ્યાં એએમટીએસ બસથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી કરી.

સ્ટેશન પરથી તેઓ વંદે ભારત ટ્રેનમાં બેઠા હતા ત્યારે બેગ સીટ પર મૂકી હતી. જોકે થોડા સમય બાદ તેમણે જોયું તો બેગ ગાયબ હતી. આ બેગમાં દાગીના હતા, જેની કિંમત 6 લાખની થાય છે. ચોરીની જાણ થતાં તેમણે રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજાણી વ્યક્તિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ગત મંગળવારે બની હતી.

અન્ય સમાચારો પણ છે...