તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Vadtal Temple Board Elections To Be Held Today, Crime Branch Nabs 3 Gujaratis For Robbing Foreigners By Taking Dark Website Passwords From 2 Pakistanis

મોર્નિંગ બ્રીફ:આજે વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે, 2 પાકિસ્તાની પાસેથી ડાર્ક વેબસાઈટના પાસવર્ડ લઈ વિદેશીઓને લૂંટતા 3 ગુજરાતીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

6 મહિનો પહેલા

નમસ્કાર!

આજે વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન યોજાશે. સવારે 7-30થી સાંજે 5-30 સુધી વડતાલ , સુરત , રાજકોટ , મહારાષ્ટ્રના મુંબઈ અને જલગાવ તથા મધ્યપ્રદેશના કુક્ષીમાં કુલ 72 હજાર ભક્તો મતદાન કરશે. વડતાલ બોર્ડના કુલ સાત પૈકીની ત્રણ સીટ બિનહરીફ થઈ છે. ચૂંટણીને લઈ મંદિર પરિસર સહિત સમગ્ર વડતાલમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયા છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ..

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ--
ડોલરરૂ.72.78-0.12

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

રૂ. 46,700700

આ 4 ઘટના પર રહેશે નજર

1) પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે વડતાલ ટેમ્પલ બોર્ડની ગૃહસ્થ વિભાગની ચૂંટણી 2) પાવાગઢ મહાકાળી માતા મંદિર નવીનીકરણને પગલે 6 દિવસ બંધ રહ્યા બાદ ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે 3) સાબરમતીથી નીકળેલી દાંડીયાત્રાનો ત્રીજો દિવસ, માતરમાં રાત્રિરોકાણ બાદ પદયાત્રીઓ નડિયાદ કૂચ કરશે 4) અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગ કરાશે

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1) સાઉથ આફ્રિકાથી કલોલ આવેલા યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા, સેમ્પલ પૂણે મોકલ્યા

ગુજરાતમાં કોરોનાના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી ગઈ છે, ત્યારે આફ્રિકામાં હાહાકાર મચાવનાર કોરોનાના એલ-વન અને એલ-ટુ ટાઈપ સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતો દર્દી મળી આવતાં ગાંધીનગરમાં ખળભળાટ મચ્યો છે. મૂળ કલોલના રહીશને કોરોનાનાં લક્ષણો જણાતાં ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વિદેશી સ્ટ્રેનનાં લક્ષણો બાબતે હાલ તેનાં સેમ્પલ પૂણે મોકલાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) કોરોના વેક્સિનના બે ડોઝ લીધા બાદ જૂનાગઢમાં MBBSનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત, મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરાઈ
જૂનાગઢ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતા. તેમ છતાં બે દિવસ પહેલાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. જેને પગલે મેડિકલ કોલેજની હોસ્ટેલ ખાલી કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પાકિસ્તાનના 2 લોકો પાસેથી ટેલિગ્રામમાં પાસવર્ડ મેળવી વિદેશીઓને 3 શખસો ઓનલાઈન લૂંટતા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગ ઝડપી
વિદેશી નાગરિકોને લૂંટતી અને આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખસોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગે વિદેશીઓના ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી અંદાજીત 50 લાખથી વધુની રકમની વિવિધ ખરીદી કરી લીધી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે તેમણે ટેલિગ્રામ દ્વારા પાકિસ્તાનના બે વ્યક્તિઓનો સંપર્ક થયો અને ડાર્ક વેબસાઇટનો પાસવર્ડ મેળવ્યો હતો અને તેમને રૂપિયા પણ મોકલ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં 1500 રૂપિયા લઈ નેગેટિવ રિપોર્ટ બનાવતા બે શખસની ગાંધીગ્રામ પોલીસે અટકાયત કરી
સેમ્પલ વગર જ માત્ર રૂ. 1500માં રિપોર્ટ આપીને જનઆરોગ્ય સાથે ચેડાં કરાયા હોવાનો ‘દિવ્ય ભાસ્કર’ના સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો હતો. તેના આધારે નાયબ આરોગ્ય અધિકારીએ ફરિયાદ કરતાં ગાંધીગ્રામ પોલીસે 2 શખસની અટકાયત કરી છે. બંનેના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોલીસે વગર ડિગ્રીએ સેમ્પલ કલેક્શન કરતા હોવાથી મેડિકલ એક્ટની કલમ હેઠળ બંને વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) બોપલના એક ફાર્મહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમનાર આરોપીઓને કેસ કર્યા વગર રવાના કરી દેનાર PSI સસ્પેન્ડ
અમદાવાદ જિલ્લા પોલીસની LCBના PSI ચૌહાણે બોપલના આરોહી 2 ફાર્મ હાઉસમાં દરોડા પાડી કરવામાં આવેલા ક્રિકેટ સટ્ટા કેસમાં કેટલાક આરોપીઓ ઘટનાસ્થળે હાજર હોવા છતાં તેઓને આરોપી બતાવ્યા ન હતા. જે મામલે જિલ્લા પોલીસવડાએ PSI ચૌહાણ સસ્પેન્ડ કર્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ (વચ્ચે)ની ફાઈલ તસવીર
ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ (વચ્ચે)ની ફાઈલ તસવીર

6) દસ્ક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુ જમના કોરોના પોઝિટિવ, સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ શહેરમાં રોજે રોજ નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દસ્ક્રોઈનાં ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના શંકાસ્પદ લક્ષણો સાથેનો દર્દી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...