• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Vadodara Registers Highest Number Of Cases For 10th Consecutive Day, Discharges 12 Patients Against 16 New Cases In The State, Zero Deaths

કોરોના ગુજરાત:વડોદરામાં સતત 10મા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, રાજ્યમાં 16 નવા કેસ સામે 12 દર્દી ડિસ્ચાર્જ, શૂન્ય મોત

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં હાલ 227 એક્ટિવ કેસ, જેમાંથી 04 દર્દી વેન્ટિલેટર પર
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 716ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 399 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં સતત નવમા દિવસે વડોદરા શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 દર્દીઓ સાજા થયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં સૌથી વધુ 5 કેસ નોંધાયા છે. જ્યારે 4 શહેર અને 29 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે.

આજે કોરોનાથી એકપણ મોત નોંધાયુ નથી
રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. અગાઉ 5-7 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 20 ઓક્ટોબરે એક-એક એમ 5 મોત નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 7 વ્યક્તિઓના મોત થયા છે. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

227 એક્ટિવ કેસ અને 03 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 716ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 90 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 399 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 227 એક્ટિવ કેસ છે, જેમાંથી 03 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 224 દર્દીની હાલત સ્થિર છે.

1 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર16160
2 ઓક્ટોબર27140
3 ઓક્ટોબર23140
4 ઓક્ટોબર27140
5 ઓક્ટોબર23141
6 ઓક્ટોબર21181
7 ઓક્ટોબર20221
8 ઓક્ટોબર19220
9 ઓક્ટોબર24171
10 ઓક્ટોબર18170
11 ઓક્ટોબર21180
12 ઓક્ટોબર22190
13 ઓક્ટોબર26200
14 ઓક્ટોબર34140
15 ઓક્ટોબર14170
16 ઓક્ટોબર22210
17 ઓક્ટોબર10210
18 ઓક્ટોબર18320
19 ઓક્ટોબર18260
20 ઓક્ટોબર14221
21 ઓક્ટોબર13330
22 ઓક્ટોબર25160
23 ઓક્ટોબર24210
24 ઓક્ટોબર16200
25 ઓક્ટોબર16201
26 ઓક્ટોબર30180
27 ઓક્ટોબર17150
28 ઓક્ટોબર23120
29 ઓક્ટોબર22140
30 ઓક્ટોબર31141
31 ઓક્ટોબર20230
1 નવેમ્બર20281
2 નવેમ્બર30270
3 નવેમ્બર29190
4 નવેમ્બર24130
5 નવેમ્બર20170
6 નવેમ્બર16120
કુલ આંક7476618

રાજ્યમાં કુલ 8,26,716 કેસ, 10090 દર્દીના મોત અને 8,16,399 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,339234,8833,411
સુરત143,870141,8411,955
વડોદરા78,19277,319788
રાજકોટ57,97857,223725
જામનગર34,98234,486478
મહેસાણા24,42124,238177
ભાવનગર21,44321,135301
ગાંધીનગર20,75720,546205
જૂનાગઢ20,52520,239271
બનાસકાંઠા13,63113,469162
કચ્છ12,63712,477145
પંચમહાલ11,77011,70070
પાટણ11,62411,495129
ભરૂચ11,42611,308118
અમરેલી10,81010,708102
ખેડા10,43610,38248
દાહોદ9,9559,91738
આણંદ9,6389,58049
સાબરકાંઠા9,3179,159157
ગીર-સોમનાથ8,5688,49567
મહીસાગર8,1948,12272
સુરેન્દ્રનગર8,1217,985136
નવસારી7,2147,17824
મોરબી6,5026,41587
વલસાડ6,4026,31653
નર્મદા5,9555,93815
અરવલ્લી5,1865,10878
તાપી4,4424,41624
દેવભૂમિ દ્વારકા4,1754,09382
પોરબંદર3,4863,46519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86884618
અન્ય રાજ્ય1621593
કુલ826,716816,39910,090

​​​

અન્ય સમાચારો પણ છે...