તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકાદો:વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે જમીન સંપાદન મામલે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, NHAIને 4 ગણું વળતર ચૂકવવા આદેશ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટે NHAIને 4 ગણું વળતર ચૂકવવા આદેશ કર્યો
  • અગાઉ વડોદરાના 7 ગામના ખેડૂતને 2 ગણું વળતર આપવામાં આવ્યું હતું
  • કાયદામાં ફેરફાર થતાં ખેડૂતોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા

વડોદરા -મુંબઈ નેશનલ હાઇવે માટે 2014માં કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ જમીન સંપાદન માટે ખેડૂતો સાથે સમજૂતી કરી તેઓને વળતરની કિંમત આપવાનું નક્કી કર્યું હતું. જેમાં તેઓ 2017-18માં વડોદરા અર્બન વિસ્તારમાં આવતા 7 ગામોના ખેડૂતને તેમની જમીનની કિંમતના 2 ગણું વળતર ચૂકવ્યું હતું. જો કે સરકારે કાયદામાં ફેરફાર કરી વળતર 4 ગણું કરવા નક્કી કર્યું હતું. તેથી હાઈકોર્ટે તે મુજબ NHAIને વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

સમગ્ર મામલો શું હતો?
2014 વખતે કાયદામાં જોગવાઈ હતી કે, શહેરી વિસ્તારની બહારની જમીનમાં સંપાદન થાય તો 4 ગણું વળતર મળે. પરંતુ આ કાયદા પ્રમાણે અર્બન વિસ્તારમાં આવતા ગામના ખેડૂતોને 2 ગણું વળતર જ મળે તેથી તેઓએ તે કિંમત પણ સ્વીકારી લીધી હતી. પરંતુ આ જમીન સંપાદન મામલે આ 7 ગામ સિવાય અન્ય ગામોમાં વિવાદ થયા હતા. જેમાં તેઓએ વધુ વળતરની માગણી કરી તેથી સરકારે કાયદામાં ફેરકાર કરીને રૂરલ કે અર્બન બને વિસ્તારમાં ગામ તરીકે ઓળખ ધરાવતા ખેડૂતની જમીન જો સંપાદન થાય તો તેઓને 4 ગણું વળતર આપવાનું નક્કી કર્યું હતું.

ખેડૂતોએ 6 જુલાઈએ પિટિશન દાખલ કરી હતી
ત્યારબાદ આ ગામના ખેડૂતોએ તેમને મળવા પાત્ર બાકીનું 2 ગણું વળતર લેવા માટે 6 જુલાઈએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં અનેક દલીલ અને પૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આજે આ કેસની સુનવણી દરમિયાન NHAIએ આ બાબતે વધુ સમય માંગ્યો હતો. પણ હાઈકોર્ટએ અરજદારની દલીલ અને પૂરાવાને ધ્યાનમાં રાખીને આ 7 ગામના જે ખેડૂતની જમીન સંપાદન થઈ છે. તેને બાકીનું 2 ગણું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. અગાઉ આ ગામના ખેડૂતને કિંમતના 2 ગણું વળતર મળી ચૂક્યું છે.

ખેડૂતોને મળવાપાત્ર બાકીની રકમ ચૂકવવા કોર્ટનો આદેશ
અરજદારના એડવોકેટ ભવ્યરાજ ગોહિલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડોદરા નેશનલ હાઇવે માટે વડોદરા અર્બન વિસ્તારના 7 ગામોમાં જમીન સંપાદન થયું છે.જેમાં આ ખેડૂતોએ કાયદામાં ફેરફાર બાદ તેમને મળવાપાત્ર રકમ માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં અમારા તરફથી નામદાર કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે ગુજરાત સરકારે કાયદામાં ફેરફાર કર્યો છે તો આ ગામને તેમને મળવાપાત્ર રકમ મળવી જોઈએ. જો કે NHAI દ્વારા કોર્ટમાં આ કેસમાં વધુ દલીલ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે તેઓને આ ખેડૂતો મળવા પાત્ર તમામ બાકીની રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે. આ કેસમાં અન્ય બીજા અરજદારોએ પણ આ મુદ્દે અલગ પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટે આજે ચૂકાદો આપી તમામ પિટિશન ડિસ્પોસ કરી છે.