તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન આવી:સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ આવ્યો, તમામ વેક્સિનનો જથ્થો ગાંધીનગર મોકલાયો

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગરમાં તમામ જથ્થાનું વિતરણ કરી અલગ-અગલ શહેરોમાં પહોંચાડાશે

રાજ્યમાં આજથી તબક્કાવાર 18થી 44 વયના લોકોને વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વેક્સિનેશન વધુ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકારએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને વેક્સિન માટે મોટો ઓર્ડર આપ્યો છે. હાલ રાજ્યમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ આ તબક્કામાં સૌથી વધારે વેક્સિનેશન થવા જઈ રહ્યું છે જેથી રાજ્ય સરકારે તેને પહોંચી વળવા માટે વધુ જથ્થો મંગાવ્યો છે. જેમાં સરકારે જાહેર કરેલા તમામ સ્થળોએ ફ્રીમાં વેક્સિન લોકોને મળી રહેશે. ત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ આવી પહોંચ્યો છે. આ તમામ વેક્સિનનો જથ્થો ગાંધીનગર મોકવામાં આવ્યો છે અને ત્યાંથી આ તમામ જથ્થાનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યમાં આજથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં 18થી 44 વર્ષની વયના યુવાનોને કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. આજે પહેલાં જ દિવસે અફરાતફરીનો માહોલ અમદાવાદ શહેરના કેટલાક સેન્ટર પર થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની અવ્યવસ્થાના કારણે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો માહોલ થયો છે.

સેન્ટરો પર યુવાનો રસી લેવા માટે લાઈન લગાવી
રજિસ્ટ્રેશન વેરિફિકેશન, સોફ્ટવેર પ્રોબ્લેમ, રજિસ્ટ્રેશન કરેલા સેન્ટરની વિગત અને રસીનો જથ્થો ઓછો આવવાના લોકો હેરાન થયા છે. બાકીના સેન્ટરો પર યુવાનો રસી લેવા માટે લાઈન લગાવી હતી. 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન આપવામા આવી હતી. જો કે વેકસીન કોઈને ઓબ્ઝર્વેશનમાં બેસાડવામાં આવતા ન હતા.

લોકોને ફોન પર મેસેજ આવ્યો, પણ રસી ન મળી
સાબરમતી શાળા નંબર 7 ખાતે મોટી સંખ્યામાં લોકો વેકસીન લેવા માટે ઉમટી પડ્યા હતા. જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓને જ વેકસીન આપવામાં આવે છે ત્યારે કેટલાક લોકોને મેસેજ આવ્યો હતો પરંતુ ક્યાં કેન્દ્ર પર રસી લેવી તેની માહિતી અંદર ન આવતાં તેઓ રસી લેવા ત્યાં પોહચયા હતા કેટલાક લોકોને મેસેજ મળ્યો હતો છતાં તેઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કન્ફર્મ ન થતા હેરાન થયા હતા.

200 લોકોનું રજિસ્ટ્રેશન, પરંતુ રસીના ડોઝ 100 જ
નરોડા વિસ્તારમાં આવેલી શાળાના 200 લોકોને વેકસીનનું રજિસ્ટ્રેશન હતું પરંતુ 100 જ રસીના ડોઝ લાવવામાં આવ્યા હતા. જેના કારણે બીજા આવેલા લોકોને લાઈનમાં રાહ જોવી પડી હતી. અડધો કલાક બાદ વેકસીન લાવી આપી હતી. બીજી તરફ જે સમય લોકોને આપવામા આવ્યો હતો તે મુજબ વૅક્સિન આપવા ટોકન આપવામાં આવતું હતું. ટોકન લઈ લોકોને લાઈનમાં ઉભા રાખવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો