તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન લેવા વેપારીઓની અપીલ:કોરોના કાળમાં વેક્સિન જ વરદાન છે, વેક્સિન લીધા પછી સંક્રમિત થવાની શક્યતાઓ ઓછી રહે છે: વેપારીઓ

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અદિત પટેલ

કોરોનાની બીજી લહેરમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામને અસર થઈ છે, જેને લઇને હવે સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દરરોજ 150થી વધુ મોત અને 14 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેમજ ઓક્સિજન, ઈન્જેક્શન અને બેડ વિના દર્દીઓ ટળવળી રહ્યા છે. જો આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો વેક્સિન...વેક્સિન...વેક્સિન સિવાય કોઈ ઈલાજ નથી. DivyaBhaskar વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં આજે વેપારીઓની.

વેપારી આશિષ ઝવેરી
વેપારી આશિષ ઝવેરી

વેક્સિન લીધા બાદ કોરોનાની ઘાતક અસર થતી નથી
અમદાવાદના વેપારી આશિષ ઝવેરીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં કોરોનાને કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. રાજ્ય સરકાર પણ આ અચાનક આવી પડેલી આફત સામે લડવાના પ્રયત્ન કરી રહી છે, ત્યારે આપણી પાસે પણ કોરોના સામે લડવાનો એકમાત્ર ઉપાય વેક્સિન છે. આપણા માટે વેક્સિન વરદાન રૂપ સાબિત થઈ છે. હાલ કેટલાક જાણીતા વૈજ્ઞાનિક ,ડોક્ટર અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ વેક્સિન લઈ રહ્યા છે, જેની કોઈ આડઅસર નથી. સાથે સાથે કોરોના સામે અસરકારક સાબિત થઈ છે. જો કોઈ કેસમાં વેક્સિન લીધા બાદ કોરોના થયો હોય તો તેને ઘાતક અસર થતી નથી. તે ઝડપથી રિકવર થઈ જાય છે. તેમજ હવે જે તબક્કાવાર 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, એમાં મને આશા છે કે દેશનું યુવાધન પણ આગળ આવીને વેક્સિન લેશે.મેં પણ વેક્સિન લીધી છે, હું વેપારી મિત્રોને પણ અપીલ કરું છું જરુરથી વેક્સિન લેજો.

જીગર સોની
જીગર સોની

વેક્સિન લઈ જાતને સુરક્ષિત કરી લો
જ્યારે અમદાવાદના વેપારી જીગર સોનીએ જણાવ્યું જે કોરોના મહામારીમાં ઘણા લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે હવે આ મહામારી સામે લડવા માટે એક જ શસ્ત્ર છે અને એ છે વેક્સિન. દેશમાં 18થી વધુ વયના તમામ લોકોને હવે વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે હું તમામ ને અપીલ કરીશ કે વેક્સિન લે, જેથી તેઓ પોતાની જાત ને સુરક્ષિત કરી લે. મેં પણ વેક્સિન લીધી છે, આ કોરોનાની ચેઇન તોડવા હાલ તમામ બિનજરૂરી કામ છોડીને અમે ઘરે સલામત છીએ. લોકોને અપીલ છે કે વેક્સિન લે અને પછી ઘરમાં જ રહે. બિનજરૂરી બજારોમાં ફરવાથી સંક્રમણ વધી શકે છે આવી કપરી પરિસ્થિતિમાં સાથે મળીને નિયમોનું પાલન કરીને આપણે કોરોનામુક્ત ગુજરાત બનાવવામાં સહભાગી થવું જોઈએ.

વેપારી કિરીટ પટેલ
વેપારી કિરીટ પટેલ

વેક્સિન લેવાથી ઇમ્યુનિટી વધે છે
અમદાવાદના વેપારી કિરીટ પટેલે જણાવ્યું કે ભારત સરકારે વેક્સિનેશનનું મોટું અભિયાન ઉપાડ્યું છે, જે આનંદની વાત છે કે આપણા રાજ્યમાં સૌથી વધારે લોકોએ વેક્સિન લીધી છે લોકો સમજી રહ્યા છે કે આ વેક્સિન લેવાથી તેઓની ઇમ્યુનિટી વધે છે અને તેઓના શરીરમાં એન્ટીબોડી પણ ડેવલપ થાય છે.મેં વેક્સિનના 2 ડોઝ લઇ લીધા છે અને હું સ્વસ્થ છું એટલે હું વેપારી મિત્રો અને 18 વર્ષથી વધુ વયના તમામ લોકો ને અપીલ કરીશ કે અચૂકથી વેક્સિન લે.

અન્ય સમાચારો પણ છે...