- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Vaccine Termination At Several Centers Across The State; From Ahmedabad To Rajkot, Stock Is Empty, Centers Are Locked, A Throng Of Disturbed People ....
લોકો જાગ્યા, સરકાર ઊંઘી ગઈ...:રાજ્યભરનાં અનેક સેન્ટરો પર રસી ખતમ; અમદાવાદથી લઈ રાજકોટ સુધી સ્ટોક ખલાસ, કેન્દ્રો પર તાળું, પરેશાન લોકોનો હોબાળો....
કેશોદ સિવિલ હોસ્પિટલમાં આક્રોશ વ્યક્ત કરતા લોકો
એક સમયે રાજ્યનાં અનેક શહેરોમાં લોકો રસી લેતા થોડા ખચકાતા હતા. એટલું જ નહીં, એક સમયે રસી પણ 45 વર્ષથી વધુ વયજૂથના લોકોને જ અપાતી હતી. આ બંને કારણસર રસીકરણ ખૂબ ધીમું હતું, પરંતુ હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, રાજ્યના દરેક શહેરના રસી કેન્દ્રો પર ડોઝ ખૂટી પડ્યા છે. આ કારણસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને ભરૂચ સહિતના દરેક શહેરનાં કેન્દ્રો પર લોકો રસી લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 21 જૂનથી દરરોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો દાવો કર્યો હતો. જોકે 6 દિવસમાં જ તેનો ફિયાસ્કો થઈ ગયો છે. શનિવારે અમદાવાદમાં 10થી વધુ સ્થળે વેક્સિન ઉપલબ્ધ નથી ના બોર્ડ લાગતાં, 84 દિવસ બાદ રસીનો બીજો ડોઝ લેવા આવેલા સિનિયર સિટીઝન્સને હાલાકી પડી હતી.
- અમદાવાદઃ ઘુમામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા, પરંતુ રસી ખૂટી જતા તંત્રએ વેક્સિન ખૂટી ગઈ હોવાની નોટિસ લગાવવી પડી હતી.
- વડોદરાઃવડોદરામાં પણ એક સપ્તાહ પહેલા 26 હજાર ડોઝ ફાળવાતા હતા. ત્રણ દિવસથી વડોદરાને 15 હજાર ડોઝ અપાય છે. શનિવારે કોવેક્સિન ફાળવાઈ હતી.
- સુરતઃ 5 દિવસમાં 80 હજાર ડોઝની જરૂર સામે છેલ્લા ત્રણ દિવસથી 25 હજારને રસી અપાય છે. 3 મહિના પહેલા 50 હજારને રસી અપાતી, હવે બીજા ડોઝના સમયે રસી નથી.
- રાજકોટઃરાજકોટને રોજ દસ હજાર ડોઝ ફાળવાય છે. જોકે, બે દિવસથી અહીં દસ હજાર સામે બે હજાર ડોઝ ફાળવાય છે, જેથી 60% રસી કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી હતી.
- જૂનાગઢઃ જૂનાગઢની કેશોદ સિવિલ હોસ્પિટલમાં પણ મેસેજ મળતા 300 લોકો રસી લેવા આવ્યા હતા, પરંતુ તંત્ર પાસે ફક્ત 40 ડોઝ હોવાથી લોકો ગુસ્સે થયા હતા.