તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Vaccine Termination At Several Centers Across The State; From Ahmedabad To Rajkot, Stock Is Empty, Centers Are Locked, A Throng Of Disturbed People ....

લોકો જાગ્યા, સરકાર ઊંઘી ગઈ...:રાજ્યભરનાં અનેક સેન્ટરો પર રસી ખતમ; અમદાવાદથી લઈ રાજકોટ સુધી સ્ટોક ખલાસ, કેન્દ્રો પર તાળું, પરેશાન લોકોનો હોબાળો....

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેશોદ સિવિલ હોસ્પિટલમાં આક્રોશ વ્યક્ત કરતા લોકો - Divya Bhaskar
કેશોદ સિવિલ હોસ્પિટલમાં આક્રોશ વ્યક્ત કરતા લોકો

એક સમયે રાજ્યનાં અનેક શહેરોમાં લોકો રસી લેતા થોડા ખચકાતા હતા. એટલું જ નહીં, એક સમયે રસી પણ 45 વર્ષથી વધુ વયજૂથના લોકોને જ અપાતી હતી. આ બંને કારણસર રસીકરણ ખૂબ ધીમું હતું, પરંતુ હવે સ્થિતિ એ સર્જાઈ છે કે, રાજ્યના દરેક શહેરના રસી કેન્દ્રો પર ડોઝ ખૂટી પડ્યા છે. આ કારણસર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ અને ભરૂચ સહિતના દરેક શહેરનાં કેન્દ્રો પર લોકો રસી લીધા વિના જ પાછા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 21 જૂનથી દરરોજ એક લાખ લોકોને વેક્સિન આપવાનો દાવો કર્યો હતો. જોકે 6 દિવસમાં જ તેનો ફિયાસ્કો થઈ ગયો છે. શનિવારે અમદાવાદમાં 10થી વધુ સ્થળે વેક્સિન ઉપલબ્ધ નથી ના બોર્ડ લાગતાં, 84 દિવસ બાદ રસીનો બીજો ડોઝ લેવા આવેલા સિનિયર સિટીઝન્સને હાલાકી પડી હતી.

  • અમદાવાદઃ ઘુમામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા, પરંતુ રસી ખૂટી જતા તંત્રએ વેક્સિન ખૂટી ગઈ હોવાની નોટિસ લગાવવી પડી હતી.
  • વડોદરાઃવડોદરામાં પણ એક સપ્તાહ પહેલા 26 હજાર ડોઝ ફાળવાતા હતા. ત્રણ દિવસથી વડોદરાને 15 હજાર ડોઝ અપાય છે. શનિવારે કોવેક્સિન ફાળવાઈ હતી.
  • સુરતઃ 5 દિવસમાં 80 હજાર ડોઝની જરૂર સામે છેલ્લા ત્રણ દિવસથી 25 હજારને રસી અપાય છે. 3 મહિના પહેલા 50 હજારને રસી અપાતી, હવે બીજા ડોઝના સમયે રસી નથી.
  • રાજકોટઃરાજકોટને રોજ દસ હજાર ડોઝ ફાળવાય છે. જોકે, બે દિવસથી અહીં દસ હજાર સામે બે હજાર ડોઝ ફાળવાય છે, જેથી 60% રસી કેન્દ્રો બંધ કરવાની ફરજ પડી હતી.
  • જૂનાગઢઃ જૂનાગઢની કેશોદ સિવિલ હોસ્પિટલમાં પણ મેસેજ મળતા 300 લોકો રસી લેવા આવ્યા હતા, પરંતુ તંત્ર પાસે ફક્ત 40 ડોઝ હોવાથી લોકો ગુસ્સે થયા હતા.