તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિન લેનારને તુલસી છોડ આપવામાં આવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંતાનો હાથે તુલસીનો છોડ સ્વીકારી રહેલો યુવક - Divya Bhaskar
સંતાનો હાથે તુલસીનો છોડ સ્વીકારી રહેલો યુવક
  • વેક્સિન લેવા લોકોને પ્રોત્સાહિત કરવા મફત તુલસીના છોડ આપવાની પહેલ
  • મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં 500થી વધુ તુલસીના છોડનું વિતરણ કરાયું

અમદાવાદમાં કોરોનાની વેક્સિન લેવા લોકોને જાગૃત કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના વેક્સિનેશન સેન્ટરમાં સંતો તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં વેક્સિન લેવા આવનારા લોકોને મફતમાં તુલસીના રોપા આપ્યા હતા. જેથી વધુમાં વધુ લોકો વેક્સિન લેવા માટે પ્રેરિત થાય. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. જ્યાં દરરોજ 700 કરતાં વધારે લોકો વેક્સિન મેળવે છે.

500થી વધુ તુલસીના રોપાનું વિતરણ
અઢળક ઔષધીય ગુણોથી સમૃદ્ધ તુલસીના 500 કરતાં વધારે છોડ - રોપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની સ્મૃતિમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર - વેક્સિનેશન સેન્ટર ખાતે મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી પ્રિયદાસજી સ્વામી, ઉપમહંત શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, શ્રી દિવ્યસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોના હસ્તે વેક્સિન લેનારને વિતરણ કરવામાં આવ્યાં હતાં. અને મહાનગર અમદાવાદના જે તે વિસ્તારમાં હજી પણ 5000 હજાર કરતાં વધુ તુલસી છોડ - રોપાનું વિતરણ કરવામાં આવશે.

500થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરાયું
500થી વધુ તુલસીના રોપાનું વિતરણ કરાયું

તુલસીના છોડનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાનની પૂજામાં તેના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ છોડમાં દૈવીય અને ઔષધિય ગુણ રહેલા છે. તુલસીના છોડને ઘરના આંગણામાં લગાવવામાં આવે છે જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. તુલસી બે પ્રકારની હોય છે. એક લીલા પાનવાળી તુલસી જેની રામા તુલસી અને હળવા કાળા રંગની તુલસી જેને શ્યામા તુલસી કહેવામાં આવે છે. લીલા પાનવાળી તુલસી બાળકો માટે અને શ્યામા તુલસી મોટા લોકો માટે લાભદાયી છે.

તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે.
તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે.

તુલસીના પાનમાં રોગ પ્રતિકારક ક્ષમતા
તુલસીના પાનની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે. તુલસીના સેવનથી શરદી અને ફ્લૂ જેવી બીમારીઓ દૂર થઈ જાય છે. એક રિસર્ચ અનુસાર તુલસીના પાનમાં કેન્સર જેવી મોટી બીમારીઓ દૂર કરવાની પણ ક્ષમતા રહેલી છે. ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે તુલસીના પાનના સેવનથી તણાવ ઓછો થાય છે. જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાના રસને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે. તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે.