વેક્સિન સર્ટિફિકેટ સાથે જ રાખજો:અમદાવાદમાં કાંકરિયા સહિતના સ્થળોએ ફરવા માટે વેક્સિન ફરજિયાત, AMTS-BRTSમાં પણ વેક્સિન વિનાના મુસાફરોને નો એન્ટ્રી

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • વેક્સિન નહિં લીધી હોય તો સોમવારથી જાહેર સ્થળોએ પ્રવેશ નહિં મળે

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53 લાખથી વધુ લોકોએ વેક્સિન લઇ લીધી છે. હજી પણ કેટલાક લોકો વેક્સિન લઇ રહ્યા નથી, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. તેની સાથે સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે.

આ નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે.

AMC હસ્તકની તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ નહિં મળે
આ અંગે સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે AMTS-BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેક્સિનનો પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે. તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિં.

આ તમામ સ્થળોએ વેક્સિનેટ લોકોને જ પ્રવેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

100 ટકા વેક્સિનેશન માટે ખાનગી એકમોમાં પણ તપાસ થઈ શકે છે
અમદાવાદ શહેરને ત્રીજી લહેરથી બચાવવા માટે મ્યુનિ. હવે આક્રમક બન્યું છે, ત્યારે વેક્સિનેશન 100 ટકા પૂર્ણ થાય તે માટે મ્યુનિ.આગામી દિવસોમાં ખાનગી ઓફિસો, દુકાનોમાં તપાસ કરીને વેક્સિનેશન મેળવી છે કે કેમ? તેની તપાસ કરશે. એટલું જ નહી પણ તંત્ર રસ્તા પર પણ નાગરિકોને પકડીને તેમના વેક્સિનેશન સ્ટેટસની તપાસ કરશે. જેથી મહત્તમ વેક્સિનેશનના લક્ષ્યાંકને પહોંચી શકાય.

રિવરફ્રન્ટ પર બેસતાં લોકો પાસે સર્ટિ. મગાશે
મ્યુનિ.ની ટીમ સોમવારથી રિવરફ્રન્ટ પર જઈ ત્યાં બેઠેલાં કપલની પૂછપરછ કરશે, તેમની પાસે વેક્સિન લીધી હોવાના પુરાવા માગશે. જો વેક્સિનેશનનો પુરાવો નહીં હોય તો તેમને ત્યાંથી રવાના કરી દેવામાં આવશે.

સળંગ બે દિવસ મહાઅભિયાન ચલાવાશે
નાગરિકોને એવી ફરિયાદ ન રહે કે તેમને વેક્સિન મેળવવાનો મોકો નથી મળ્યો તેથી અમદાવાદ મ્યુનિ.તંત્ર સળંગ બે દિવસ મહાઅભિયાન ચલાવશે. જેથી રહી ગયેલા નાગરિકો સરળતાથી વેક્સિન મેળવી શકે.

પશ્ચિમ ઝોનમાં 90%એ પ્રથમ ડોઝ લીધો

વોર્ડલક્ષ્યાંકપ્રથમ ડોઝબીજો ડોઝકુલટકાવારી
મધ્ય45445136904913322150227081.21%
પૂર્વ893,74752852020479373331359.14%
ઉ.પશ્ચિમ590,29057809929697887507797.93%
ઉત્તર744,69354923819989474913273.75%
દ.પશ્ચિમ369,44629185616217145402779%
દક્ષિણ77405456894620258177152773.50%
પશ્ચિમ811751731267356583108785090.09%
અન્ય સમાચારો પણ છે...