નો વેક્સિન, નો એન્ટ્રી:અમદાવાદમાં કેસ વધતા AMC એલર્ટ, AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ સહિતમાં વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
AMCના અધિકારીઓ વેક્સિન સર્ટિફિકેટ ચેક કરશે - Divya Bhaskar
AMCના અધિકારીઓ વેક્સિન સર્ટિફિકેટ ચેક કરશે
  • એક મહિના પહેલા બનાવેલો આ નિયમ બે જ દિવસમાં ભૂલાયો હતો

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ફરી વધ્યા છે. એક જ દિવસમાં કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ સક્રિય થયો છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ ચૂકી છે છતાં હજી બીજો ડોઝ લીધો નથી. આવતીકાલે 12 નવેમ્બરથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે. AMC દ્વારા આ નિયમ એક મહિના પહેલા લેવાયો હતો. હવે ફરી એકવાર આ નિયમ શરૂ કરાયો છે ત્યારે કેટલા દિવસ ચેકિંગ થશે તેના પર સવાલ ઉભા થયાં છે.

હવે તમામ જગ્યાએ વેક્સિન સર્ટિફિકેટ ચેક કરાશે
આવતીકાલે 12 નવેમ્બરથી વેક્સિન માટે લાયકાત ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે.

AMTS અને BRTS બસમાં મુસાફરોએ વેક્સિનનું સર્ટિફિકેટ બતાવવું પડશે ( ફાઈલ ફોટો)
AMTS અને BRTS બસમાં મુસાફરોએ વેક્સિનનું સર્ટિફિકેટ બતાવવું પડશે ( ફાઈલ ફોટો)

વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે
ગુજરાત રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં કોરોનાથી રક્ષણ મળે તે માટે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 73 લાખ 84 હજાર 693 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 46 લાખ 91 હજાર 647 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 93 હજાર 046 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનીટી હૉલ, શાળાઓમાં, સ્લમ વિસ્તારમાં જઈને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનારા લોકોની ઝોન પ્રમાણે વિગત

આ તમામ સ્થળોએ વેક્સિનેટ લોકોને જ પ્રવેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

AMCની કચેરીઓમાં પણ વેક્સિન સર્ટિફિકેટ તપાસાશે ( ફાઈલ ફોટો)
AMCની કચેરીઓમાં પણ વેક્સિન સર્ટિફિકેટ તપાસાશે ( ફાઈલ ફોટો)

અગાઉ આ નિયમનો બે જ દિવસમાં ફિયાસ્કો થયો હતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક મહિના પહેલા અમદાવાદમાં AMTS, BRTS, સિવિક સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો, ઝોનલ ઓફિસ વગેરે જગ્યાએ ફરજિયાત વેક્સિન સર્ટિફિકેટ બતાવીને જ પ્રવેશ મેળવવાનો રહેશે તેવી જાહેરાત કરી હતી. જો કે કોર્પોરેશનના આ નિયમોનો બે દિવસમાં જ ફિયાસ્કો જોવા મળ્યો હતો.કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસ, સિવિક સેન્ટર અને BRTS બસ સ્ટેન્ડ સહિતની જગ્યાએ કોરોના વેક્સિનેશન ચેકિંગ અંગે કોઈ જગ્યાએ કોર્પોરેશનના કર્મચારીઓ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેક કરતા હોય તેવું જોવા મળ્યું ન હતું. કોઈ જગ્યાએ ચેક કરવાની ઈચ્છા હોય તો પૂછતાં હતા બાકી ક્યાંય ચેકિંગ થતું જોવા મળ્યું ન હતું.

ટિકિટ કાઉન્ટર પર 1 સ્ટિકર લગાવાશે દરેક બસ સ્ટોપ પર પ્રવાસીઓને સુચના મળે તે માટે ટિકિટ કાઉન્ટર પર 1 સ્ટિકર લગાવવામાં આવશે. ટિકિટીંગ સ્ટાફ સિક્યોરીટી સ્ટાફે મુસાફર બસ સ્ટોપ પર ટિકિટ માટે આવે ત્યારે કોવિડ-19 વેક્સિનેશનના બીજા ડોઝનું સર્ટિફિકેટની હાર્ડ કોપી અથવા સોફટ કોપીમાં ચેક કરવાનું રહેશે.

બીજા ડોઝ વિનાના મુસાફરોને 12 નવેમ્બરથી પ્રવેશ નહીં મળે
વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા પ્રવાસીઓને બી.આર.ટી.એસ. બસોમાં તા. 12 નવેમ્બર 2021થી પ્રવેશ આપવામાં આવશે નહીં. જેમનો બીજો ડોઝ બાકી હોય તેમણે નજીકના વેક્સિનેશન સેન્ટરથી વેક્સિનેશન કરાવવાનું રહેશે.

સિક્યોરિટી ગાર્ડ સહિત 390નો સ્ટાફ ચેકિંગ કરશે
તમામ 163 બસ સ્ટોપ પર 40 એક્સ સર્વિસ મેન, 170 સિક્યોરિટી ગાર્ડ, 180 ટિકિટીંગ સ્ટાફ મળી કુલ 390 સ્ટાફ વેક્સિન સર્ટીફીકેટ ચેકિંગની કામગીરી સંયુક્ત રીતે કરશે. વધુમાં ઓન રુટ 298 બસોમાં ઓપરેશન વિભાગ અધિકારીઓ, 3 સિક્યોરિટી ઓફિસર, 16 ફિલ્ડ ઓફીસર સ્ટાફ, 11 વિજિલન્સ સ્ટાફ વેક્સિનેશન સર્ટિફિકેટ ચેકિંગની કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...