તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:કેબિનેટની બેઠકમાં વેક્સિનની વ્યવસ્થા પર ચર્ચા થશે, સુરતમાં બે દિવસમાં પાટીલના જ 300 સક્રિય કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી 'આપ'માં જોડાયા

12 દિવસ પહેલા

નમસ્કાર!
મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યનાં 1200 રસીકરણ કેન્દ્રો પર 18થી 44ની વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,275.57-52.94
ડોલરરૂ.72.880.07
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ50,600200

આ 3 ઘટનાઓ પર રહેશે નજર
1) રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, વેક્સિનની વ્યવસ્થા, ત્રીજી વેવનો એક્શન પ્લાન અને વાવાઝોડાની કામગીરી પર ચર્ચા થશે.
2) દાહોદ, પંચમહાલ, સુરત, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા
3) રાજ્યનાં 1200 રસીકરણ કેન્દ્રો પર 18થી 44ની વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) પાટીલના સુરતમાં બે દિવસમાં જ 300 સક્રિય કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા, હજી પણ સેંકડો લાઈનમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત પાલિકામાં સફળતા મેળવી વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી હવે ભાજપમાં ગાબડાં પાડી રહી છે. સુરતમાં છેલ્લા થોડા જ દિવસોમાં ભાજપના સક્રિય કાર્યકરો કમળને કચડીને ઝાડું પકડતાં જોવા મળી રહ્યા છે. બે દિવસમાં 300 જેટલા સક્રિય કાર્યકરો ભાજપ છોડીને આપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ-અધ્યક્ષ સી.આર. પાટીલ સુરતના હોવા છતાં તેમના નાક નીચેથી જ કાર્યકરો કમળનો સાથ છોડીને આપમાં જોડાઈ રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) MLAએ કહ્યું-સાંસદ રાજુલાનગર વિકાસ પ્રોજેક્ટ ન થાય એ માટે રેલવેને પત્ર લખે છે, MPએ કહ્યું- અંબરીશ હાઇલાઇટ થવા કરે છે
રાજુલામાં બે દિવસથી રાજકીય માહોલ ગરમાયો છે. રેલવેની જમીન રાજુલા નગરપાલિકાને આપવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર અને સાંસદ નારણ કાછડિયા આમને-સામને આવી ગયા છે. 7 જૂને રેલવેનું કામ અટકાવ્યા બાદ ફરી કામમાં અવરોધ ઊભો કરવા જતાં ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી, જેને લઇને ડેરએ સાંસદના ઇશારે અટકાયત થઇ તેમ કહ્યું હતું. આ અંગે સાંસદ નારણ કાછડિયાએ કહ્યું હતું કે અંબરીશ ડેર આ બધુંય હાઇલાઇટ થવા કરે છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજ્યનાં સિનેમાઘરો- મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમને એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ, વીજ બિલનો ફિક્સ ચાર્જ પણ માફ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોટલ-રેસ્ટોરાં અને વોટરપાર્ક તથા રિસોર્ટના માલિકોને રાહત આપ્યા બાદ સિનેમાઘર માલિકોને રાહત આપતો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં સિનેમાઘરો- મલ્ટિપ્લેક્સ અને જિમ્નેશિયમને રાહત આપી છે. મુખ્યમંત્રીએ એક વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજ્યમાં ડાંગ સહિત 4 જિલ્લામાં એકેય કેસ નહીં, 2 શહેર અને 14 જિલ્લામાં સિંગલ ડિજિટમાં નવા કેસ સાથે કુલ 695 નવા કેસ
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. ત્યારે રાજ્યમાં ડાંગ, બોટાદ, તાપી અને છોટાઉદેપુર જિલ્લામાં એકેય નવો કેસ નોંધાયો નથી. તો ગાંધીનગર સહિત બે શહેર અને અમદાવાદ સહિત 14 જિલ્લામાં સિંગલ ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હવે અમદાવાદ શહેરમાં જ ટ્રિપલ ડિજિટમાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. આમ, કુલ મળીને રાજ્યમાં 695 નવા કેસ નોંધાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગોંડલમાં ઇલેક્ટ્રિક શોકથી યુવાનનું મોત, દિવાળી પછી લગ્ન હતા, બહેને પીઠી ચોળી, પિતાએ વરરાજાની જેમ તૈયાર કરી સ્મશાનયાત્રા કાઢી
ગોંડલના શ્રીરામ બિલ્ડર્સવાળા મનસુખભાઇ નાગજીભાઇ ચૌહાણના એકના એક પુત્ર અજય ચૌહાણ (ઉં.વ.25)નું ગઇકાલે બપોરે ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થયું હતું. વિધિના વક્રતા તો જુઓ કે અજયના લગ્ન દિવાળી પછી રાખવામાં આવ્યા હતા. પરિવારે લગ્નની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી, પરંતુ કુદરતે કંઈક અલગ જ વિચાર્યું હોય તેમ અજયને પોતાની પાસે બોલાવી લેતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...