તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગવડ:અમદાવાદમાં અભ્યાસ અર્થે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પોતાના ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે

વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે કોરોના વેક્સિનના 2 ડોઝ લેવા ફરજિયાત છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બીજા ડોઝના સમયગાળામાં બદલાવ કર્યો છે. ત્યારે અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, રાજ્ય સરકારે કોર કમિટીમાં અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોવિડ વેક્સિનેશનમાં અગ્રતા આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

ડેપ્યુટી કમિશ્નરને ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધાના 28 દિવસ પૂર્ણ કર્યાં છે. તેવા વિદ્યાર્થીઓએ બીજો ડોઝ લેવા માટે પોતાના ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે. તેઓ આ ડોક્યુમેન્ટ ઈમેલથી મોકલવા માંગતા હોય તો પણ મોકલી શકે છે. તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ ઝોનલ ઓફિસ દ્વારા વિદ્યાર્થીનો સંપર્ક કરવામાં આવશે. વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.

આ ઝોનના અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે
આ ઝોનના અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે

આટલા ડોક્યુમેન્ટ સબમીટ કરાવવા પડશે

  • વિદેશી યુનિવર્સિટીમાં લીધેલ એડમિશનનો પત્ર
  • જે દેશમાં અભ્યાસ માટે જવાનું હોય ત્યાંના માન્ય વિઝા
  • કોવિશિલ્ડ વેક્સિનેશનના પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ
  • ઓળખકાર્ડ ( પાસપોર્ટ)
અન્ય સમાચારો પણ છે...