તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Vaccination Stopped For 2 Hours Due To Stock Shortage In Six Zones, Resumption Of 2 Lakh Doses In The Afternoon, Vaccination Continues Today, Holiday Will Be On Monday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનમાં મોડું થતા હાલાકી:છ ઝોનમાં સ્ટોક ખૂટી પડતાં 2 કલાક સુધી રસીકરણ બંધ, બપોર પછી 2 લાખ ડોઝ આવતાં ફરી શરૂ, આજે વેક્સિનેશન ચાલુ, સોમવારે રજા રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં ટાગોર હોલ ખાતે 220 લોકોને 2 કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. - Divya Bhaskar
વેક્સિનનો જથ્થો ખૂટી પડતાં ટાગોર હોલ ખાતે 220 લોકોને 2 કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું.
 • ગાંધીનગરથી તાબડતોબ રસીનો સ્ટોક મંગાવવો પડ્યો
 • કેસ વધતાં હોવાથી પશ્ચિમ ઝોનને સૌથી વધુ 50 હજાર ડોઝની ફાળવણી કરાઈ

શનિવારે શહેરના સાતમાંથી છ ઝોનમાં કોરોનાની રસીનો ડોઝ ખૂટી પડતાં રસી મુકાવવા આવેલા લોકોએ બેથી અઢી કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. એકમાત્ર દક્ષિણ ઝોનમાં સ્ટોક હતો. સવારે 11.30 કલાકે જ છ ઝોનમાં રસીનો સ્ટોક ખૂટી પડ્યો હતો. અટવાયેલા લોકો રોષ ઠાલવે એ પહેલાં કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક ગાંધીનગર દોડાવવામાં આવ્યા હતા અને બપોર પછી 2 લાખ ડોઝ વિવિધ ઝોનમાં પહોંચાડવામાં આવતા ફરીથી રસી મૂકવાનું શરૂ કરવામાં આવ્યું હતું.26 માર્ચે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 25 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી. 27 માર્ચે સવારે પણ 9 વાગ્યાથી વેક્સિનેશન સેન્ટર ઉપર લોકોની ભીડ લાગતા વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો હતો. પાલડી ટાગોર હોલમાં વેક્સિન માટે લાઈનો લાગી હતી.

બે કલાકના વિલંબ બાદ અમદાવાદના સાત ઝોન વચ્ચે 1.92 લાખ વેક્સિનનો સ્ટોક આવ્યો હતો જેમાં સૌથી વધુ પશ્વિમ ઝોનમાં 50 હજાર, ઉત્તર-પશ્વિમ ઝોનમાં 35 હજાર અને બાકીના પાંચ ઝોનમાં 20-20 હજાર વેક્સિનનો સ્ટોક આપવામાં આવ્યો હતો.​​​​​​​ રવિવારે તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલ તથા (ટાગોર હોલ, મંગલપાંડે હોલ, પંડિત દીનદયાળ હોલ, વિજ્ઞાન ભવન, જૈન ઉપાશ્રય) ખાતે રસી મુકાશે. પરંતુ રવિવારે સરકારી તેમજ ખાનગી સ્કૂલોમાં રસીની કામગીરી બંધ રહેશે. સોમવારે ધુળેટીની રજા હોવાથી બધે રસીકરણ બંધ રહેશે.

બપોરે 12 સુધી આટલો સ્ટોક

ઝોનડોઝની સંખ્યા
દક્ષિણ ઝોન2100
ઉત્તર-પશ્ચિમ600
પૂર્વ700
મધ્ય400
ઉત્તર500
પુરુષ12937
મહિલા12809
ફ્રન્ટલાઈન વર્કર્સ9596
હેલ્થ વર્કર8322
45થી ઉપરના6334
કુલ25764

​​​​​​​દોઢ કલાક બેસી રહેવું પડ્યું
હું મારા 72 વર્ષના કાકા સાથે 11.50એ ટાગોર હોલ આવ્યો હતો પરંતુ સ્ટોક ખાલી થઈ જતાં બપોરે 1.30 પછી રસી મુકાઈ હતી. - કમલેશ ઉપાધ્યાય, નારાણપુરા

નવો સ્ટોક 2 કલાક પછી આવ્યો
હું અને મારી પત્ની રસી મુકાવવા માટે બપોરે 12.15એ ટાગોર હોલ પહોંચી ગયા હતા પણ સ્ટોક ન હોવાથી બપોરે 2 પછી અમને રસી મૂકવામાં આવી હતી. - નિખિલ શાહ-વૈભવી શાહ, પોલિટેકનિક, આંબાવાડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો