તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેદીઓનું વેક્સિનેશન:અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં વેક્સિનેશન શરૂ, 60 વર્ષથી વધુ વયના કેદીઓને વેક્સિન આપવામાં આવી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના કહેરથી બચવા જેલના કેદીઓને રવિવારથી વેક્સિન આપવામાં આવ્યું છે

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 600ને પાર કેસો થઈ ગયા છે. 45 વર્ષથી વધુ વયના લોકોને પણ હવે વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ અનેક કેદીઓ કોરોના સંક્રમિત થયાં છે. ત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ-બહેનોની ચિંતા કરીને જેલ તંત્ર દ્વારા આથી કેદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. કોરોનાના કહેરથી બચવા જેલના કેદીઓને રવિવારથી વેક્સિન આપવામાં આવ્યું છે.

જેલ તંત્ર દ્વારા કેદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી
જેલ તંત્ર દ્વારા કેદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી

કોરોનાના રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જેલમાં 77 બંદીવાન ભાઈ-બહેનોને રસી આપવામાં આવી હતી. 60 વર્ષથી ઉપરની વયના અને 45 વર્ષથી 60 વર્ષ વચ્ચે કો-ઓરબીટ કેદીઓને વેક્સિન આપવામાં આવી રહી છે. જેલમાં સજાના ભાગરૂપે જેલમાં બંધ કેદીઓને જેલ તંત્ર દ્વારા વેક્સિન આપવામાં આવતા એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. બંદીવાન ભાઈ-બહેનોએ સરકાર તથા જેલ તંત્રનો રસીકરણ અભિયાન શરૂ કરવા બદલ આભાર માન્યો હતો.

24 કલાકમાં 1,36,737 લોકોનું રસીકરણ
રાજ્યમાં 24 કલાકમાં 1,36,737 લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26, 396 લોકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી 45 લાખ 66 હજાર 141 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 29 હજાર 222 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 51 લાખ 95 હજાર 363નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

કોરોનાના કહેરથી બચવા જેલના કેદીઓને રવિવારથી વેક્સિન આપવામાં આવ્યું છે
કોરોનાના કહેરથી બચવા જેલના કેદીઓને રવિવારથી વેક્સિન આપવામાં આવ્યું છે

એક્ટિવ કેસનો આંકડો 11 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 36 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે અને હાલ 11528 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો