તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઢમઢોલ માંહે પોલ:હવે રાજ્યમાં સપ્તાહમાં 5 દિવસ જ રસીકરણ, બુધવાર-રવિવાર રજા; સરકારે કર્મચારીઓને આરામ અને મમતા દિવસનું બહાનું કાઢ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 18થી વધુ વયના 46% લોકોને પહેલો, 77%ને બીજો ડોઝ બાકી
  • દરરોજ 4 લાખ સુધી રસી આપીશું, એવી જાહેરાત બાદ રસીનો જથ્થો ખૂટી જતાં સરકાર પાણીમાં
  • રસીકરણમાં અઠવાડિયામાં બે દિવસ રજા રહેશે, એટલે કે 5 દિવસ જ રસીકરણ થશે

રાજ્ય સરકારે મોટા ઉપાડે ચાલુ કરેલા રસીકરણ મહાઅભિયાનની ગતિ હવે ધીમી પડી છે. એક તરફ ત્રીજી લહેર અગાઉ વધુમાં વધુ વસતિને રસી આપવાની જાહેરાતો થાય છે અને બીજી તરફ ગુજરાતમાં અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દર બુધવારે મમતા દિવસ, રવિવારે આરોગ્યકર્મીઓને આરામનું બહાનું કાઢી સરકાર રસીકરણ મહાઅભિયાનથી હાથ ખંખેરી રહી છે.

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

રાજ્યમાં અત્યારસુધીમાં 2.85 કરોડનું રસીકરણ થયું છે, જેમાં 2.19 કરોડને પહેલો, 65 લાખને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષથી વધુની રસી માટે માન્ય 4.93 કરોડ વસતિમાંથી 44%ને પહેલો અને 13%ને બંને ડોઝ અપાયા છે. 18 વર્ષ ઉપરના 2.74 કરોડને પહેલો અને 4.8 કરોડ વસતિને બીજો ડોઝ બાકી છે. આ લોકોને રસી આપવામાં હજુ સરેરાશ 8 મહિનાનો સમય લાગે એમ છે.

હાલમાં સરેરાશ રોજ 2.50 લાખ રસીકરણ

  • મહિનાના 30 દિવસમાં 8 દિવસ રસીકરણ બંધ રહેશે.
  • 22 દિવસમાં (દર મહિને) 55 લાખનું રસીકરણ થઇ શકે.

એના હિસાબે...

  • પહેલા ડોઝ માટે બાકી 2.74 કરોડ લોકોને રસી આપતાં 5 મહિના લાગે.
  • બીજા ડોઝ માટે બાકી 4.28 કરોડને રસી આપતાં 8 મહિના લાગે.

18થી 44ના 1%ને પણ બન્ને ડોઝ મળ્યા નથી

વયજૂથવસતિપહેલો ડોઝટકાબન્ને ડોઝટકા
18-4430963859861972927%2716580.64%
45થી ઉપર183570441126990361%491392227%
કુલ493209032198204044%651852213%

(નોંધ - કુલ રસીકરણમાં હેલ્થવર્કર, ફ્રન્ટલાઇનવર્કરનો પણ સમાવેશ કરેલો છે.)

વડોદરામાં 80%, રાજકોટમાં 75%ને પહેલો ડોઝ

શહેરવસતિપહેલો ડોઝટકાબન્ને ડોઝટકા
અમદાવાદ41.87 લાખ25.78 લાખ616.63 લાખ15
સુરત33.53 લાખ18.27 લાખ545.53 લાખ16
વડોદરા13.15 લાખ10.61 લાખ802.94 લાખ22
રાજકોટ9.93 લાખ7.53 લાખ752.24 લાખ23

(નોંધ - વસતિના આંકડા 18 વર્ષ ઉપરના છે)

બે મહિનામાં આ અઠવાડિયું સૌથી નિરાશાજનક

સમયગાળોકુલ રસીકરણ
29 મેથી 4 જૂન13,80,951
5થી 11 જૂન17,96,865
12થી 18 જૂન17,92,459
19થી 25 જૂન26,31,328
26 જૂન-2 જુલાઇ19,46,768
3થી 9 જુલાઇ11,28,016
10થી 14 જુલાઇ10,12,501

23 દિવસ પછી ફરી કેસ વધ્યા
મંગળવારે 31ની સામે બુધવારે 41 કેસ આવ્યા
રાજ્યમાં 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. મંગળવારે 31 કેસ નોંધાયા હતા. 23 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે. અગાઉ 22 જૂને 135 કેસ હતા, જે બીજા દિવસે એટલે કે 23 જૂને વધીને 138 થયા હતા. મંગળવારે રાજ્યના 7 કોર્પોરેશન વિસ્તાર અને 11 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત ચોથીવાર 50થી ઓછા કેસ નોંધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે, જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.69 ટકા થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 8,24,351ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,074 થયો છે.