તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે, જેમાં દૈનિક 30 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે. એમાં ગુજરાત પણ દરરોજ 2.5 લોકોને વેક્સિન આપવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી 4 લાખથી વધુ લોકોને વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. એ જોતાં દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં એકલા ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી સૌથી વધુ 15 ટકા નોંધાઈ છે. ગુજરાતમાં હાલની 4 લાખની વેક્સિનેશનની કામગીરીને સતત ચાલુ રહેતાં આગામી 30 એપ્રિલ સુધીમાં અંદાજે 1.75 કરોડ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ જશે, એટલે કે ગુજરાતની કુલ 6.48 લાખની વસતિમાંથી 18 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થઈ જશે.
વેક્સિનેશન મામલે ગુજરાત નંબર 1 તરફ અગ્રસર
હાલમાં દેશભરમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં કુલ 65,19,976 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાર બાદ બીજા નંબર પર ગુજરાત આવે છે, જ્યાં કુલ 61,65,176 લોકોએ વેક્સિન લઈ લીધી છે. મહારાષ્ટ્રમાં દૈનિક અંદાજે 3 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં દૈનિક 2.5 ટકા લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે છતાં છેલ્લા બે દિવસથી ગુજરાતમાં દૈનિક 4 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ રહી છે. તો જો આ જ પ્રમાણે રસીકરણની કામગીરી ચાલશે તો ટૂંક સમયમાં ગુજરાત વેક્સિનેશન મામલે સમગ્ર દેશમાં નંબર વન બની જશે.
દેશમાં વેક્સિનેશનની ટકાવારીમાં ગુજરાત ટોપ પર
જાન્યુઆરી મહિનાથી દેશભરમાં વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી, જેમાં સૌથી પહેલા ડોક્ટર તેમજ ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિન અપાઈ, ત્યાર બાદ 60 વર્ષથી વધુ ઉંમરનાને અને હવે 45 વર્ષથી વધુ ઉંમરવાળાને વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 7,30,54,295 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 15 ટકા લોકોને વેક્સિન અપાઈ છે, ત્યાર બાદ બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 10.2 ટકા, ઉત્તરપ્રદેશમાં 9.6 ટકા, રાજસ્થાનમાં 9.1 ટકા, જ્યારે દિલ્હીમાં માત્ર 2.2 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ ટકાવારી પરથી એવું માની શકાય કે ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા અન્ય રાજ્યોની સરખામણી સૌથી ઝડપે ચાલી રહી છે.
13 હજાર એક્ટિવ કેસ સામે રોજ 4 લાખ લોકોનું વેક્સિનેશન
દેશમાં હાલમાં વેક્સિનેશનની સાથે એક્ટિવ કેસ મામલે પણ મહારાષ્ટ્ર ટોપ પર છે. મહારાષ્ટ્રમાં હાલમાં 3,91,203 એક્ટિવ કેસની સામે 65,19,976 લોકોનું વેક્સિનેશન થયું છે, બીજી તરફ, ગુજરાતમાં એક્ટિવ કેસમાં 9 નંબર પર આવે છે, પરંતુ વેક્સિનેશન મામલે હાલમાં 2 નંબર પર છે. ગુજરાતમાં હાલ 13,559 એક્ટિવ કેસ છે, તેની સાથે 61,65,176 લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે, જ્યારે રાજસ્થાનમાં 10,484 એક્ટિવ કેસમાં 60,05,903 લોકોનું વેક્સિનેશન થયું છે. ઝડપી વેક્સિનેશનનાં રાજ્યોમાં ગુજરાત બાદ ત્રીજા નંબર પર રાજસ્થાન આવે છે.
ગુજરાતમાં હવે PMના ખાસ કૈલાસનાથન સંભાળશે વેક્સિનેશનની કામગીરી
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે, સાથે જ વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઈ છે. આગામી દિવસોમાં કોઈપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઈ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે. કૈલાસનાથને રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેઓ નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરથી હર્ડ ઈમ્યુનિટી આવી જશે
અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી ‘ક્લીવલેન્ડ ક્લિનિક’ના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19 માટે હર્ડ ઇમ્યુનિટીનું થ્રેશોલ્ડ લેવલ 50 ટકાથી 80 ટકા જેટલું છે. યાને કે 50થી 80 જેટલી વસતિને વેક્સિન આપી દઇએ તો પેન્ડેમિક પર અસરકારકતાથી બ્રેક મારી શકાય છે. વેક્સિનેશના ડેટા પ્રમાણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 70 ટકા વસતિને રસી મળી ચૂકી છે. આમ, નિષ્ણાતોના મત મુજબ, આ સમયથી ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટી શરૂ થશે અને સંક્રમણ ના બરાબર થઈ જશે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.