મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યમાં આજથી 35 લાખ બાળકોનું વેક્સિનેશન, કોરોનાના 968 નવા કેસ, 4 મહાનગર કરતાં 6 જિલ્લામાં વધુ કેસ

18 દિવસ પહેલા

નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 3 જાન્યુઆરી, પોષ માસારંભ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજ્યમાં આજથી 15-18 વર્ષના 35 લાખ બાળકોનું વેક્સિનેશન શરૂ, 9 જાન્યુઆરી સુધી ચાલશે 2) આજે મુખ્યમંત્રી જુનાગઢમાં, સુભાષ એકેડેમીના 45મા વાર્ષિકોત્સવમાં ભાગ લેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* કોરોના ગુજરાત LIVE: કોરોનાના 968 નવા કેસ, ગામડાંમાં પણ કોરોનાનો હાહાકાર, 4 મહાનગર કરતાં 6 જિલ્લામાં વધુ કેસ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે.ગઈકાલે 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 968 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેર-જિલ્લામાં રાજ્યના સૌથી વધુ 404 નવા કેસ નોંધાયા છે. આજે વલસાડમાં કોરોનાના કારણે એકનું મોત નોંધાયું છે. જ્યારે 9 જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીતરફ આજે ઓમિક્રોનનો પણ એકપણ કેસ નોંધાયો નથી. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 136 કેસમાંથી 65 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

વાંચો સમાચાર વિગતવાર

* લવ-જેહાદ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન:'વિધર્મી લોકો એક તંત્ર ચલાવી રહ્યા છે, નામો બદલાવીને ષડયંત્ર રચી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે'

ભાવનગર જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ-જેહાદને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાના કિસ્સાઓ નોંધાયા છે. ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે, પરંતુ આ મામલે ગુજરાત પોલીસ સતર્ક છે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

વાંચો સમાચાર વિગતવાર

* ભાજપના MLA બોલ્યા-'ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇ, ચૂંટણી જીતવા વિધર્મીઓના દરવાજા પર માથું નહીં ટેકવું

વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરા સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા યાજાયેલા દિવ્ય શાકોત્સવમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે કદી વિધર્મીઓના દરવાજા પર માથું નહીં ટેકવું.

વાંચો સમાચાર વિગતવાર

* CR અચાનક ખોડલધામ પહોંચ્યા:ભાજપનો પાયો મજબૂત કરવા પાટીલના 3 દિવસથી સૌરાષ્ટ્રમાં ધક્કા, રાજકોટ રોડ શો, ખંભાળિયા, હળવદ બાદ ખોડલધામમાં ઓચિંતી મુલાકાત

સૌરાષ્ટ્રમાં ભાજપનો પાયો મજબૂત કરવા માટે ખુદ ગુજરાત પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ મેદાને ઊતર્યા હોય તેવી રાજકીય ચર્ચા થઈ રહી છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસથી પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાત લઇ રહ્યા છે. હજી ગત શુક્રવારે જ રાજકોટ રોડ શોમાં, ખંભાળિયામાં ભૂચોરમોરીની શૌર્યકથામાં હાજરી આપી હતી. બાદમાં ગઇકાલે શનિવારે હળવદમાં પ્રજાપતિ સમાજમાં હાજરી આપી હતી. આજે સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેમાં સ્વાગત કરવા માટે લીલાખા પહોંચ્યા હતા. સ્વાગત બાદ તેઓ ખોડલધામની ઓચિંતી મુલાકાત કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

* ફોરેન ફન્ડિંગ પર લાદ્યાં નિયંત્રણો, જામિયા મિલિયા, ઓક્સફેમ ઈન્ડિયા સહિત 12 હજારથી વધુ NGOનાં લાઈસન્સ રદ, વિદેશમાંથી ભંડોળ મેળવી શકશે નહીં

જામિયા મિલિયા, ઓક્સફેમ ઈન્ડિયા સહિત દેશના 12 હજારથી વધારે બિન સરકારી સંસ્થા (NGOs)ના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઈસન્સ શુક્રવારે એટલે 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયા છે. હવે આ સંસ્થાઓ વિદેશમાંથી મળતા ભંડોળ અથવા દાન મેળવી શકશે નહીં.ગૃહમંત્રાલયે શનિવારે જણાવ્યું કે 6 હજારથી વધારે NGOs પૈકી મોટાભાગની સંસ્થાઓ દ્વારા લાઈસન્સ રિન્યુઅલ માટે અરજી કરવામાં આવી ન હતી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સંસ્થાઓને 31 ડિસેમ્બર અગાઉ FCRA નવીનિકરણ માટે અરજી કરવા રિમાઈન્ડર મોકલવામાં આવ્યા હતા, પણ અનેક NGOએ આ પ્રક્રિયાનું પાલન કર્યું નથી. આ સંજોગોમાં સંગઠનોને વિદેશમાંથી ફંન્ડિંગની મંજૂરી આપવામાં આવી શકાય નહીં.

વાંચો સમાચાર વિગતવાર

* ઓમિક્રોન પછી હવે વિશ્વમાં ફ્લોરોનાનું જોખમ, ઇઝરાયેલમાં પહેલો કેસ મળ્યો; લોકોને અપાઈ રહ્યો છે ચોથો ડોઝ

વિશ્વભરના લોકો કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી પરેશાન છે. આ વચ્ચે ઇઝરાયેલમાં ફ્લોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. ફ્લોરોના એવું સંક્રમણ છે જેમાં વ્યક્તિ કોરોના અને ઈન્ફ્લૂએન્ઝા એમ બંનેથી સંક્રમિત થાય છે. પહેલો કેસ હોવા છતાં ઇઝરાયેલે તેને ગંભીરતાથી લીધો છે. તો દેશમાં નબળી ઈમ્યૂનિટીવાળા લોકોને બૂસ્ટર ડોઝ તરીકે કોરોનાની ચોથી વેક્સિન આપવામાં આવી રહી છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ આ કોરોના અને ઈન્ફ્લૂએન્ઝા એમ ડબલ સંક્રમણ છે. ડબલ વાયરસના કારણે આ વધુ જીવલેણ બની જાય છે. ડોકટરના જણાવ્યા મુજબ ફ્લોરોનાથી સંક્રમિત દર્દીમાં નિમોનિયા અને માયેકાર્ડટિસ જેવી બીમારીના લક્ષણ જોવા મળે છે.

વાંચો સમાચાર વિગતવાર

* કેન્દ્રએ રાજ્યોને કહ્યું- ધ્યાન રાખજો બાળકોની વેક્સિન મિક્સ ન થઈ જાય; બંગાળમાં આવતીકાલથી સ્કૂલ-કોલેજ અને પાર્ક બંધ

કેન્દ્ર સરકારે રાજ્યોને 15થી 18 વર્ષ સુધીના યંગસ્ટર્સને વેક્સિન આપવા સમયે સૌથી વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને વેક્સિનેશન દરમિયાન તે વાત ધ્યાનમાં રાખવાની કહી કે બાળકોની વેક્સિન મોટાઓની વેક્સિનની સાથે મિક્સ ન થઈ જાય. આ માટે તેઓએ રાજ્યોને નિર્દેશ આપ્યા કે બાળકોના વેક્સિન સેન્ટર મોટાઓથી અલગ તૈયાર કરવામાં આવે. વધતા કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યૂટી પાર્લર, પ્રાણીસંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક સામેલ છે. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ જણાવ્યું કે સોમવારે રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી ઓફિસમાં 50% ક્ષમતાની સાથે ખુલ્લી રહેશે. તમામ પ્રશાસનિક બેઠક પણ આ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં આયોજિત થશે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ભુજથી બડવાની જઈ રહેલી ખાનગી બસ મધ્યપ્રદેશના ચાંદપુર પાસે બ્રિજ પરથી નદીમાં ખાબકી, દંપતી સહિત 3નાં મોત, 28 ઇજાગ્રસ્ત 2) કોરોનાથી સાવધાન:હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં 50 ટકાની ક્ષમતામાં જ ગ્રાહકોને પ્રવેશ, જાણો અન્ય કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? 3) સુરતમાં છેલ્લા 13 દિવસમાં 110 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વિદ્યાર્થીઓના કેસમાં 9 ગણો વધારો નોંધાયો 4) વૈષ્ણોદેવી, હરિયાણા તથા બગોદરા-વટામણ હાઈવે પર અકસ્માતની દુર્ઘટનાઓ મૃતકોના પરિવારજનોને મોરારિબાપુની સહાયની જાહેરાત 5) બેદરકારી:રાજકોટ એરપોર્ટથી સ્પાઇસ જેટની ફ્લાઈટે 30 ડિસેમ્બરે એર ટ્રાફિક કંન્ટ્રોલની મંજૂરી વગર દિલ્હીની ઉડાન ભરી હતી, તપાસના આદેશ 6) મેરઠમાં મોદીએ કહ્યું- અગાઉની સરકારમાં ગુનેગારો રમત રમતા હતા, આજે યોગી માફિયાઓ સાથે જેલ-જેલ રમી રહ્યા છે

આજનો ઈતિહાસ
વર્ષ 1984માં આજના દિવસે ભોપાલમાં યુનિયન કાર્બાઈડના કીટનાશક યુનિટમાંથી ઝેર ગેસ લીકેજ થવાને લીધે હજારો લોકોના મોત થયા હતા, સેંકડો લોકો બીમારીનો ભોગ બન્યા હતા

અને આજનો સુવિચાર

જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...