તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:18થી 44 વર્ષની વયના લોકોનું વેક્સિનેશન શરૂ, યુવાઓમાં ઉત્સાહ, કહ્યું- વેક્સિનેશન પ્રક્રિયા સરળ બનાવો તો દરેકને ઝડપી વેક્સિન મળી રહે

અમદાવાદ13 દિવસ પહેલા
પહેલા દિવસે યુવાઓમાં વેક્સિનેશન માટે ઉત્સાહ જોવા મળ્યો
  • વહેલી સવારથી યુવક-યુવતીઓ વેક્સિનેશન સેન્ટર પર ઉમટ્યા, એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાયું હોવાથી ઝડપથી વેક્સિન મેળવી
  • આવી પરિસ્થિતિમાં દરેકે વેક્સિન લેવી જોઈએ, સરકારે પણ વેક્સિનેશનની પ્રક્રિયા સરળ બનાવી જોઈએ: યુવાન

રાજ્યમાં આજથી તબક્કાવાર 18થી 44 વર્ષની વયના લોકો માટે વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે ત્યારે તમામ લોકો ચિંતિત છે કે કોરોનાથી કઈ રીતે બચી શકાય. એક્સપર્ટ ડોકટર અને વૈજ્ઞાનિકનું માનવું છે કે વેક્સિન લીધા પછી કોરોના સંક્રમિત થવાની શક્યતાઓ ઘટી જાય છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારના વેક્સિનેશન સેન્ટર પર સવારથી જ યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાઓનું કહેવું હતું કે વેક્સિનેશન પ્રકિયા સરળ બનાવે તો દરેકને ઝડપી વેક્સિન મળી શકે છે.

એડવાન્સ રજિસ્ટ્રેશનથી વેક્સિનેશનમાં ઝડપ
હાલની આ ગંભીર પરિસ્થિતિ માં જો કોરોના થી બચવું હોય તો વેક્સિન ,માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ આ ત્રણ જ ઉપાય છે. જે આપણને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પાડે છે .સાથે જો કોઈ વેક્સિન લેનાર વ્યક્તિ સંક્રમિત પણ થાય તો તે ઝડપથી રિક્વર પણ થઈ જાય છે. ત્યારે આજથી શરૂ થયેલા આ વેક્સિનેશનમાં યુવાનોએ ઉત્સાહભેર વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરે ઉમટ્યા હતા. એડવાન્સમાં જ વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે તેમને ઝડપથી વેક્સિન મળી હતી.

વેક્સિનેશન સેન્ટર ખાતે એડવાન્સ રજિસ્ટ્રેશન કરનાર વેક્સિન મૂકવા પહોંચ્યા
વેક્સિનેશન સેન્ટર ખાતે એડવાન્સ રજિસ્ટ્રેશન કરનાર વેક્સિન મૂકવા પહોંચ્યા

ફ્રેન્ડ્સ ગ્રુપ કે પરિવાર સાથે યુવાઓએ વેક્સિન લીધી
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વેક્સિનેશન સેન્ટર પર સવારના 9 થી 11 વાગ્યાના સ્લોટમાં 100થી વધુ લોકોએ વેક્સિન લઈ લીધી હતી. યુવાનોમાં વેક્સિનને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક યુવાનો તેમના ફ્રેન્ડસ ગ્રુપ સાથે આવીને વેક્સિન લીધી હતી, તો કેટલાક યુવાનો તેમના પરિવાર સભ્યો સાથે વેક્સિન લીધી હતી. જોકે વેક્સિનેશન સેન્ટરે વધુ ન ભીડ થાય તે માટે દરેક સેન્ટરે અંદાજીત 200 લોકોનું જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. વેક્સિનેશન સેન્ટર પર પણ લોકોને સોસિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા.

અન્ય લોકોની માફક જૈમિનીએ પણ વેક્સિન લીધી હતી
અન્ય લોકોની માફક જૈમિનીએ પણ વેક્સિન લીધી હતી

વેક્સિનેશનમાં યંગસ્ટર્સ આગળ આવવું જોઈએ
શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી જૈમિનીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એક નાગરિક તરીકે મારી ફરજ છે કે સરકાર દ્વારા કરવામાં આવેલી આ વેક્સિનેશન પહેલમાં હું સહભાગી બનું. આજે મેં વેક્સિન લીધી છે. મને વેક્સિન લીધા પછી કોઈ આડઅસર નથી. મારા જેવા યંગસ્ટર્સ એ પણ વેક્સિન લેવી જોઈએ. પોતાના ફેમિલી મેમ્બરને પણ રજિસ્ટ્રેશન કરવામાં મદદરૂપ થવું જોઈએ અને જેટલું શક્ય હોય તેટલું ઝડપથી વેક્સિન લઈ લેવી જોઈએ. જેથી આપણે કોરોના સામે સુરક્ષિત રહીએ. વેક્સિન બાદ આડઅસર થાય એવી ખોટી અને ભ્રામક વાતોથી હમેશાં લોકો એ દૂર રહેવું જોઈએ.

કેયુર માને છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી વેક્સિનની અફવાથી દૂર રહેવું જોઈએ
કેયુર માને છે કે સોશિયલ મીડિયામાં ફેલાતી વેક્સિનની અફવાથી દૂર રહેવું જોઈએ

સોશિયલ મીડિયાના મેસેજથી ગેરમાર્ગે ન દોરાવું જોઈએ
પૂર્વ વિસ્તારના સેજપુરમાં રહેતા કેયુર વાનખેડેએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું આજે આ સેજપુરની હિન્દી શાળામાં વેક્સિન લેવા માટે આવ્યો છું. વેક્સિન લીધા પછી મને કોઈ આડઅસર નથી. અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતી વાયરલ થઈ રહી છે. લોકોએ તે જોઈને ગેરમાર્ગે દોરાવું ન જોઈએ.આવી કપરી પરિસ્થિતિમાં વેક્સિન લઈને શક્ય તેટલી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. યુવાનોએ આવા સમયે આગળ આવવાની જરૂર છે. હોમક્વોન્ટીન લોકોને જમવાનું ઓક્સિજન અને બીજી થઈ શકે તેટલી મદદ કરવી જોઈએ.

ઘ્રુવ કહે છે કે એડવાન્સમાં રજિસ્ટ્રેશનથી વેક્સિન લેવામાં ફાયદો થયો
ઘ્રુવ કહે છે કે એડવાન્સમાં રજિસ્ટ્રેશનથી વેક્સિન લેવામાં ફાયદો થયો

ઝડપી વેક્સિનેશન થાય તો મહામારીથી ઝડપથી બહાર આવી શકીએ
શહેરના બાપુનગરમાં રહેતા ઘ્રુવ પરમારે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તે આજે સમયસર વેક્સિન લેવા માટે વેક્સિનેશન સેન્ટરે પહોંચ્યો હતો. એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે સરળતાથી તેને વેક્સિન મળી ગઈ. પ્રોસેસ પણ બહુ સરળ હતી. યુવાનોને અપીલ છે કે વેક્સિન ઝડપથી લઈ લે પરંતુ સરકારે પણ હજુ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ કરવી જોઈએ. વેક્સિનેશન સેન્ટર વધારવા જોઈએ તો જે લોકો આ લાઈનો જોઈને પાછા જતા રહે છે તેવું ન થાય. તમામને વેક્સિન મળી જાય તો આપણે આ મહામારીમાંથી ઝડપથી બહાર આવીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો