તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:રાજ્યના 95% જિલ્લામાં 18થી 44 વયનું રસીકરણ 10%થી નીચે; રાજ્યની 31% વસતીને પહેલો, 9%ને બંને ડોઝ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 18થી 44ના 12%ને પહેલો, 0.22%ને બંને ડોઝ, 45+ના 54%ને પહેલો, 18%ને બંને ડોઝ

રાજ્યમાં કુલ રસીકરણ 2.03 કરોડ થયું છે. 1.57 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 46 લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18થી 44 વર્ષની વયજૂથમાં 12 ટકાનું જ્યારે 45 વર્ષથી ઉપરની વયજૂથમાં 54 ટકાનું રસીકરણ થયું છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકોમાંથી 31 ટકાને પહેલો ડોઝ, 9 ટકાને બન્ને ડોઝ અપાયા છે. 18થી 45 વર્ષની વયજૂથમાં 37 લાખ લોકોને પહેલો ડોઝ અને 70 હજાર લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધુ વયના એક કરોડ લોકોને પહેલો ડોઝ અને 34 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. મહાનગરો બાદ કરતાં જિલ્લાઓમાં રસીકરણની સ્થિતિ હજૂ નબળી છે. મોટાભાગના જિલ્લાઓમાં 18થી 44 વર્ષની વયજૂથમાં રસીકરણની ટકાવારી 10 ટકાથી ઓછી છે. 45 વર્ષથી ઉપરની કેટેગરીમાં પહેલા ડોઝની ટકાવારી 40થી 70 ટકા સુધી છે જ્યારે બીજા ડોઝમાં ટકાવારી 15થી 45 ટકા સુધી છે.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

28% રસીકરણ ચાર મહાનગરોમાં, માત્ર 8 જિલ્લામાં 30% રસીકરણ

45+ની વસતી 1.83 કરોડ, 33,99,133 (18%)ને બંને ડોઝપહેલો ડોઝટકાબીજો ડોઝટકાવસતીપહેલો ડોઝટકાબીજો ડોઝટકા
વસતી
262878569000026%1260004.70%155848591000058%37200023%
210559445366621%105530.50%124831064364151%19537415%
82586236305343%--%48961535811973%13910538%
62367832796052%88321.41%55197124596044%10002140%
524464246004.600%31093120040964%10438333%
1064915944018.80%310072.90%63133939475962%12878020%
1598666368702.30%00%94777662014565%13622214%
794603621937.80%00%47108326804356%11849625%
1089727314412.80%00%64604926867841%12780719%
383324266506.90%00%22725510905747%5485124%
5750196161910.70%00%34090219773357%6516832%
1071943931188.60%34300.31%63550524998139%9638015%
1059385990699.30%320683.02%62806134513455%11905618%
681204374415.40%00%40385526395165%13328733%
299550137614.50%00%17758912345469%6741837%
931041486205.20%00%55197124999345%8179014%
719726222613.00%00%42669324419157%10264424%
759120440465.80%1200.01%45004730346767%7410016%
873836374254.20%00%51805725834149%12003823%
3,09,63,85937,79,17612%69,8460.22%1,83,57,04999,72,91954%33,99,13318%

ચાણોદ પહોંચ્યા સેંકડો લોકો, કોરોનાની ત્રીજી લહેરનો ડર
દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારે ઊજવાઈ રહેલા 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યાં છે.ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું તેની પુણ્યસ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદના નર્મદા કિનારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરાનું પર્વ મનાવવામાં આવે છે. ोજોકે કોરોનાના સમયમાં આ પ્રકારની ભીડ ત્રીજા લહેરને આમંત્રણ અાપવા સમાન છે.

રાજ્યમાં 8 લાખ દર્દી સાજા થયા, એક્ટિવ કેસ 10 હજાર
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. જેને પગલે નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 10 હજાર પર અાવી ગઈ છે. જ્યારે 8 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 455 નવા કેસ અને 6 દર્દીના મોત થયા છે. તેમજ સતત ત્રીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે 1,063 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

અન્ય સમાચારો પણ છે...