રસીકરણનો પ્રારંભ:ગુજરાતમાં પ્રથમ દિવસે 13274 કોરોના વોરિયર્સનું વેક્સિનેશન, 161 કેન્દ્ર પર 92.8%ને રસી અપાઈ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુપ્રિટેન્ડન્ટથી લઈ હેલ્થવર્કર્સ સહિતના એક પ્રથમ દિવસે વેક્સિન લીધી - Divya Bhaskar
સુપ્રિટેન્ડન્ટથી લઈ હેલ્થવર્કર્સ સહિતના એક પ્રથમ દિવસે વેક્સિન લીધી
  • રાજ્યના 161 રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી
  • અમદાવાદમા મોટાભાગના વેક્સિગ સેન્ટર પર 60% વેક્સિનેશન થયું

ગઈકાલથી(શનિવાર) ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પ્રથમ દિવસે 13274 કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી છે. જેમા અત્યાર સુધીમાં કોઈના પણ આડઅસર જોવા મળી નથી. સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 161 રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ રસીકરણની શરૂઆત સિનિયર તબીબોથી કરાઇ હતી જે અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયન, વોર્ડ બોય, આયા અને સફાઇ કામદારો સુધીના તમામ કર્મચારીઓને રસીકરણ કરાયું હતું.

રાજ્યમાં યોજાયેલ કોરોના વેક્સિનેશનના પ્રથમ દિવસની વિસ્તૃત વિગત

લક્ષિત રસીકરણની સામે લગભગ 82 ટકા જેટલું લક્ષ્યાંક પ્રાપ્ત થઇ શક્યું હતું. એક સેન્ટર પર 100 વ્યક્તિઓને વ્યક્તિમાં આપવાની વ્યવસ્થા કરાઇ હતી પરંતુ અમદાવાદમા મોટાભાગના વેક્સિંગ સેન્ટર પર 60% વેક્સિનેશન થયું ન હોવાનું જોવા મળ્યું છે માટે હેલ્થ વર્કર્સમાં રસી લેવામાં ઓછો ઉત્સાહ અથવા અણગમો હોવાનું જોવા મળ્યું છે. અમદાવાદમાં ટોટલ 20 સેન્ટરો પર 2000 વેક્સિન આપવાની વ્યવસ્થા સામે માત્ર 1115 હેલ્થવર્કર્સે વેક્સિન લીધી છે.

અદાર પૂનાવાલા, સીઈઓ, સીરમ ઈન્સ્ટિટ્યુટ
અદાર પૂનાવાલા, સીઈઓ, સીરમ ઈન્સ્ટિટ્યુટ

તબીબોથી વેક્સિનેશન શરૂ કર્યું
આ રસીકરણની શરૂઆત સિનિયર તબીબોથી કરાઇ હતી જે અન્ય ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયન, વોર્ડ બોય, આયા અને સફાઇ કામદારો સુધીના તમામ કર્મચારીઓને રસીકરણ કરાયું હતું. હજુ આ જ રીતે રસીકરણ ચાલતું રહેશે અને 4.40 લાખ જેટલાં કોરોના વોરિયર્સ જેમાં તબીબી સ્ટાફ તથા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ જેમાં પોલિસ, મહેસૂલ તથા પંચાયત વિભાગના તમામ કર્મીઓને રસી આપવામાં આવશે. તેમાંથી તબીબી સ્ટાફ માટેનું રસીકરણ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થાય તે રીતેનું લક્ષ્યાંક સેવવામાં આવી રહ્યું છે.

ડૉ. રણદીપ ગુલેરિયા, ડિરેક્ટર, એઈમ્સ, નવી દિલ્હી
ડૉ. રણદીપ ગુલેરિયા, ડિરેક્ટર, એઈમ્સ, નવી દિલ્હી

કોવિન એપમાં ખામી સર્જાતા વેક્સિનેશનની ગતિ ઘટી
કોરોના વિરુદ્ધ ભારતમાં શનિવારે દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ થકી આ અભિયાનની શરૂઆત કરી. સૌથી પહેલા ‘સર્વે ભવન્તુ સુખિન:,સર્વે સન્તુ નિરામયા:’ શ્લોકનું ઉચ્ચારણ કરાયું. સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ફક્ત 1,91,181 લોકોનો ડેટા જ કો-વિન એપ પર અપલોડ થઈ શક્યો. કો-વિન એપ પર સર્જાયેલી ખામી સર્જાતા વેક્સિનેશનની ગતિ ધીમી પડી. આ કારણે મહારાષ્ટ્ર સરકારે બેદિવસ માટે 18મી સુધી રસીકરણ રોક્યું છે.

અન્ય સમાચારો પણ છે...