તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:અમદાવાદમાં વેક્સિન લેવા લાઈનો પણ સ્ટોક મર્યાદિત, રોજના એક કેન્દ્ર પર 100 જેટલા લોકોને જ વેક્સિનેશન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બે દિવસથી વેક્સિન વધ્યા બાદ આજે શુક્રવારે માત્ર 25675 લોકોને જ વેક્સિન આપવામાં આવી

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન મહા અભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન મર્યાદિત સ્ટોકમાં જ આપવામાં આવે છે. એક કેન્દ્ર પર 100 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આપવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આજે ગુરુવારે 100 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર ફકત 25,675 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 13,946 પુરૂષ અને 11,722 મહિલાઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં છેલ્લા 12 દિવસમાં 3.62 લાખ લોકોએ વેક્સિન લીધી છે.

સ્ટોકના અભાવે લોકોએ પાછું જવું પડ્યું
ગુરુવારે 18થી 44 વય જૂથના 11,874 અને 45 વર્ષ ઉપરના 8802 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 2428 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા 679 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી 14,305 જેટલા સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. છેલ્લા બે દિવસથી વેક્સિનેશન વધ્યું હતું પરંતુ આજે વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી વેક્સિન વિના જ લોકોએ પરત ફરવું પડ્યું હતું.

કિન્નર સમુદાયના મુખ્ય અખાડામાં વેક્સિનેશન કેમ્પ
અમદાવાદમાં ચુંવાળ ટ્રસ્ટ અને સ્વાવલંબી ટ્રસ્ટના સહયોગથી બહેરામપુરા વિસ્તારમાં કિન્નર સમુદાયના મુખ્ય અખાડામાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિન્નર સમુદાયના ભાવના દે અને કશીર દે સહિતના 50 જેટલા કિન્નરોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સામાજિક કાર્યકર ચંદુભાઈ પટેલ, મલ્હાર દવે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ પણ હાજર રહ્યા હતા. વેક્સિનેશન કેમ્પને વધુ વેગવંતું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

21 જૂનથી મહાઅભિયાન શરૂ કરાયું ત્યારથી અત્યાર સુધીનું વેક્સિનેશન

તારીખવેક્સિન લેનાર લોકો
21 જૂન38311
22 જુન39541
23 જૂન41887
24 જુન41390
25 જૂન33355
26 જૂન27509
27 જૂન20158
28 જૂન22506
29 જૂન25289
30 જૂન25610
01 જુલાઈ21136
02 જુલાઈ25675
કુલ362,369