તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન પુરજોશમાં:અમદાવાદની 67 જેટલી ખાનગી-સરકારી સ્કૂલોમાં કાલથી 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ, ટીચીંગ- નોન ટીચીંગ સ્ટાફને વેક્સિન અપાશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ ફાઈલ તસવીર છે - Divya Bhaskar
આ ફાઈલ તસવીર છે
  • સવારે 10થી 5ના સમયગાળામાં કોવિન એપ પર ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરી વેકસીન અપાશે
  • આજે ગુરુવારે અમદાવાદ શહેરમાં 38023 લોકોને વેકસીન આપવામાં આવી હતી

કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે સરકાર દ્વારા વેક્સિનેશન વધારવામાં આવ્યું છે. 18 વર્ષથી ઉપરના તમામ લોકો વેકસીન લઈ લે તેના માટે આયોજન કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારની સૂચના અને ગાઈડલાઈન મુજબ આવતીકાલ શુક્રવારથી અમદાવાદ શહેરની તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ, ટીચીંગ સ્ટાફ, પ્રોફેસર, શિક્ષકો, કેલરીકલ સ્ટાફ, પટાવાળા અને તેમના પરિવારના લોકોને વેકસીનેશન આપવા માટેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

સવારે 10થી સાંજના 5 સુધી વેક્સિનેશન
શહેરની અલગ અલગ 67 જેટલી સ્કૂલોમાં વેકસીન આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડો. ભાવિન સોલંકીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓનસ્પોટ કોવિન એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરી અને તેઓને વેકસીન આપવામાં આવશે. સવારે 10થી 5 વાગ્યા સુધી સ્કૂલના સમયગાળા દરમિયાન આ વેકસીન આપવામા આવશે.

આજે અમદાવાદમાં 38 હજારથી વધુને વેક્સિન અપાઈ
કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ શહેરમાં વેકસીનેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200થી વધુ કેન્દ્રો પર લોકોને વેકસીન આપવામાં આવી રહી છે. અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટર, અને વેકસીનેશન સેન્ટરો પર આજે ગુરુવારે 38023 લોકોને વેકસીન આપવામાં આવી હતી. જેમાં 20989 પુરુષ અને 17034 મહિલાઓએ વેકસીન લીધી હતી. 18થી 44 વય જૂથના 28782 અને 45 વર્ષ ઉપરના 6623 લોકોને વેકસીન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના 1545 લોકોને જ વેકસીન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...