• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Vaccination Checking In Malls, Shopping Complexes, Hotels And Restaurants In Ahmedabad, AMC 100 Teams Deployed In Different Areas Of City

વેક્સિનેશન સર્ટિફિકેટ ચેકિંગ:અમદાવાદના મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, હોટલ અને રેસ્ટોરાંમાં AMCનું વેક્સિનેશન ચેકિંગ, 100 ટીમો શહેરમાં વિવિધ વિસ્તારમાં ઉતારવામાં આવી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવાર સાંજથી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા બે પોઝિટિવ દર્દી તેમજ બે શકમંદ દર્દી દાખલ થયા છે. બીજી તરફ રસી નહીં લેનારા સામે ઝુંબેશના ભાગરૂપે મ્યુનિ.ની 100 ટીમોએ શહેરની હોટેલ-રેસ્ટોરાં અને મોલમાં તપાસ આદરી રસીના બંને ડોઝના સર્ટિફિકેટની ચકાસણી કરી હતી. મ્યુનિ.ની આ ઝુંબેશમાં રસીના બંને ડોઝ નહીં લેનારા 28 લોકો પકડાયા હતા. મ્યુનિ.એ 89 રેસ્ટોરાં, 59 હોટેલ અને 44 મોલમાં ચકાસણી કરી હતી.

દરમિયાન રસીના બંને ડોઝ નહીં લેનારા સામે મ્યુનિ.એ શહેરભરમાં ઝુંબેશ ચાલુ કરી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા શોપિંગ મોલ, હોટેલ, રેસ્ટોરાંમાં મ્યુનિ.ની 100 ટીમો ત્રાટકી હતી અને હાજર લોકો પાસેથી રસીના સર્ટિફિકેટની તપાસ કરી હતી. આ ઝુંબેશમાં બંને ડોઝ નહીં લેનારા 28 લોકો પકડાયા હતા. મ્યુિન.ના નિયમ મુજબ વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તો બાગ-બગીચા, એએમટીએસ-બીઆરટીએસ, મ્યુનિ.કચેરીઓ સહિતના જાહેર સ્થળોએ પ્રવેશબંધી છે. પરંતુ હોટેલ, રેસ્ટોરાં અને મોલમાં આ નિયમનું કડક રીતે પાલન થતું નહીં હોવાની અનેક ફરિયાદો મળતાં મ્યુનિ. આરોગ્ય વિભાગે 100 ટીમો બનાવી રસી સર્ટિફિકેટની ચકાસણી માટે ઝુંબેશ હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ કહ્યું કે, હોસ્પિટલમાં સોમવારે એક પોઝિટિવ અને એક શંકાસ્પદ મળીને કુલ બે દર્દી દાખલ હતા. પરંતુ, છેલ્લાં 24 કલાકમાં વધુ બે દર્દી કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ થયા હતા, આ બંને દર્દીનો રિપોર્ટ આવવાના બાકી છે. સોમવારે દાખલ કરાયેલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલમાં હોસ્પિટલમાં બે પોઝિટિવ સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે. કોરોનાના કેસ વધતાં મ્યુનિ.એ શહેરના 40 વિસ્તારમાં ટેસ્ટિંગ માટેના ડોમ ફરીથી શરૂ કર્યા હતા.

મોડી રાત સુધી કામગીરી ચાલશે
100થી વધુ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં આ ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે. વેક્સિનેશન ચેકિંગ અંગેની આ કામગીરી આગામી સમયમાં વધુ સઘન કરવામાં આવશે તેમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ સ્થળે તપાસ કરવામાં આવી

  • કેપ્રીકોન રેસ્ટોરાં, સરસપુર
  • ઓશિયા મોલ, નિકોલ
  • અન્નપૂર્ણા રેસ્ટોરાં, હાથીજણ
  • ઓશિયા મોલ, વટવા
  • ડીમાર્ટ મોલ, વેજલપુર

વધુ 22 હજારે રસી મુકાવી
શહેરમાં મંગળવારે કુલ 22135 નાગરિકોએ વેક્સિન લીધી છે. જેમાં 18118 નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ જ્યારે 4017 નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. નોંધનીય છેકે, શહેરમાં અત્યાર સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ કુલ 47.43 લાખ નાગરિકોએ લીધો છે જ્યારે 29.83 લાખ નાગરિકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. શહેરમા ઘર સેવા યોજના હેઠળ પણ 3170 જેટલા નાગરિકો દ્વારા ઘરે બેઠા વેકિસનનો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...