તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદીઓ આજે વેક્સિન લેવા જતા નહીં:‘મમતા દિવસ’ નિમિત્તે રસીકેન્દ્રો બંધ રહેશે, અગાઉ પણ ત્રણ દિવસ રસી કેન્દ્રો બંધ હતાં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મંગળવારે વધુ 29 હજારને વેક્સિન આપી હતી

બુધવારે મમતા દિવસ નિમિત્તે શહેરના તમામ રસી કેન્દ્રો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, દર બુધવારને મમતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. મંગળવારે વધુ 29,655 લોકોએ કોરોનાની રસી લીધી હતી.

શહેરમાં બુધવારે 0થી 5 વર્ષના બાળકોને રૂટિન ઇમ્યુનાઇઝેશનની બીસીજી, પેન્ટાવેલેન્ટ, મીઝલ્સ- રૂબેલા, રોટા વગેરે રસી આપવામાં આવશે. તેને કારણે શહેરના તમામ કોમ્યુનિટી હોલ, અર્બન હેલ્થ સેન્ટર તથા અન્ય હોસ્પિટલ ખાતે કોવિડ-19ની રસીની કામગીરી બંધ રહેશે. મંગળવારે શહેરમાં 29655 નાગરિકોએ રસી મુકાવી હતી. જેમાં 16,119 પુરુષ અને 13, 539 મહિલાનો સમાવેશ થાય છે. જેમાં 18થી 44 વર્ષ સુધીના 14,434 યુવાનોનો સમાવેશ થાય છે. 10, 672 જેટલા 45 થી 60ની ઉંમરના નાગરિકોનો સમાવેશ થાય છે.

બીજી બાજુ રાજ્યમાં એકતરફ મહત્તમ વેક્સિનેશન માટેની વાતો થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર દર અઠવાડિયે રસીકરણ કાર્યક્રમ પર રોક લગાવી રહી છે. બુધવારે ફરી એક દિવસ માટે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. ગત સપ્તાહે પણ મમતા દિવસ નિમિત્તે એક દિવસ માટે રસીકરણ બંધ કરવાની જાહેરાત કર્યા બાદ સરકારે બીજા બે દિવસ મળીને કુલ ત્રણ દિવસ માટે રસીકરણ કાર્યક્રમ બંધ રાખ્યો હતો.

સતત ત્રીજા દિવસે કેસ સિંગલ ડિજિટમાં
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે સિંગલ ડિજિટમાં કેસ આવ્યા છે. જો કે મંગળવારે પણ કોરોનાથી એકેય દર્દીનું મૃત્યુ થયું નથી. 31 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...