તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરીથી જીમ ધમધમ્યાં:વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવતાં પોસ્ટર્સ, સ્લોટ-સમયની મર્યાદા સાથે જિમ શરૂ કરાયાં

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંજૂરી મળતા જીમનાં માલિકો અને યુઝર્સમાં હાશકારો
 • જીમ શરૂ થયાં પરંતુ છતાં માલિકો નારાજ છે, તેમનું કહેવું છે કે, જિમમાંથી એક પણ વ્યક્તિને હજુ સુધી સંક્રમણ લાગ્યું નથી, અહીં ઇમ્યુનિટી વધે છે, બંધ ન કરો

કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને ફરીથી જીમ બંધ કરવામાં આવ્યા હતાં. જેથી જીમ ઈન્ડસ્ટ્રીનાં લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે ફરીથી જીમ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી જીમનાં માલિકોમાં થોડો હાશકારો જોવા મળી રહ્યો છે. પણ તેમનામાં તંત્ર પ્રત્યે થોડી નારાજગી જોવા મળી રહી છે.

તેમનું કહેવું છે કે જિમ ક્યારેય બંધ થવા જોઇએ જ નહીં. કારણ કે જિમ દ્વારા તો કોરોના સામે લડત આપવા માટે ઈમ્યુનિટીમાં વધારો કરવાની પ્રક્રિયા થાય છે. તેવી જગ્યાને બંધ જ કરવી જોઇએ નહીં. અમુક જીમનાં માલિક કહી રહ્યાં છે કે, જીમ બંધ કરવાનો નિર્ણય લેનાર વ્યક્તિ ક્યારેય જીમ ગયો જ નહીં હોય માટે જે તેને જીમનાં મહત્વ અને ફાયદા વિશે ખ્યાલ નથી. જો કે જિમ ફરીથી 1 એપ્રિલથી શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં રેગ્યુલર જિમ કરતા લોકોએ જવાનું પણ શરૂ કરી દીધું છે. નોંધનિય છે કે હવે જિમમાં વેક્સિનેશન અંગે પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવતા પોસ્ટર્સ મુકી નોંધ રખાય છે. ઉપરાત જેણે વેક્સિન ન લીધો હોય તેવા યૂઝર્સને લેવા માટે ઓનર્સ દ્વારા પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.

જાહેર જગ્યાઓથી વધુ પ્રિકોશન જીમમાં હોય છે
જેમ બીજી બધી જાહેર જગ્યાએ કોરોનાનાં પ્રિકોશન્સ લેવામાં આવે છે તેનાંથી વધારે પ્રિકોશન્સ જીમમાં લેવાય છે. જીમમાં દરેક પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાય છે. વર્કઆઉટ બાદ વ્યક્તિનાં હાથ અને ઈક્વિપમેન્ટ સેનિટાઇઝ થાય છે. કોઈને પણ 30થી 35 મિનિટથી વધારે વર્કઆઉટ કરવા દેતા નથી. દરેકને સેશન પ્રમાણેનાં સ્લોટ આપ્યા છે. જીમમાં બાથ અને સ્ટીમની સુવિધા બંધ છે. - મૌલિક ભટ્ટ, જીમ લોન્જ પ્રિમિયમ, ચાંદખેડા

જિમમાં વેક્સિન અંગે જાગૃતિ ફેલાવાઇ રહી છે​​​​​​​
લોકડાઉન બાદ જીમ ખોલવા માટે તંત્ર દ્વારા જે નિયમો પાળવાનું કહેવામાં આવ્યું હતું તે નિયમોનું પાલન અમે કરી રહ્યાં હતા. છતાં તંત્ર દ્વારા સૌથી પહેલા જીમ બંધ કરાવવાનો નિર્ણય કેમ લેવામાં આવે છે તે નથી સમજાતું. અમે અમારા જિમમાં પોસ્ટર્સ દ્વારા લોકોને વેક્સિનેશન માટેનાં મેસેજ પણ આપીએ છીએ અને જાગૃતિ ફેલાવઇએ છીએ. ઉપરાંત દરેક પ્રકારનાં નિયમોનું પાલન પણ કરીએ છીએ. - રઘુવીરસિંહ વાળા, વાલાસ જીમ, જોધપુર

​​​​​​​ગમે ત્યારે જિમ બંધ કરી દેવાતાં મુશ્કેલી વેઠવી પડે છે
સરકાર જે પ્રકારે નિયમો આપશે તેમ અમારે તેને ફોલો કરવા પડશે જ. પણ આમ ગમે ત્યારે જીમ ચાલુ કરવા અને બંધ કરવાનાં નિયમોને લીધે તેની સાથે સંકળાયેલા લોકોને મુશ્કેલી ખૂબ વેઠવી પડે છે. જીમ એવી જગ્યા છે જ્યાં લોકો ફિટ રહેવા આવે છે. જીમમાંથી કોઈ કોરોનાનો કેસ જોવા મળ્યો હોય તેમ નથી બન્યુંમ. જીમમાં વ્યક્તિ પ્રવેશે ત્યારે તેનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ ચેક કરી લેવામાં આવતું હોય છે. - નિલેશ શર્મા, ફિટનેસ ફ્યુઅલ જીમ, ગુરુકુળ રોડ

જિમ-યોગ શરૂ કરવા પરવાનગી અપાઇ
​​​​​​​જીમને પ્રિકોશન્સ સાથે શરુ કરવાનો પરિપત્ર પોલીસ કમિશનર કચેરીએ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ, યોગ સેન્ટર, જિમ્નેશિયમના સંબંધમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનાં સંબંધિત વિભાગો દ્વારા જાહેર કરાયેલ એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જે અંગે વાત કરવા ડેપ્યૂટી કમિશ્નર, AMC, ઓમ પ્રકાશ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતાં તેમણે કોલ ઉપાડ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો