વગડામાં પણ વેક્સિનેશન:લક્ષ્યાંક પૂર્તિ માટે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ સ્થળો પર રસીકરણ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વગડામાં પણ રસીકરણની કામગીરી. - Divya Bhaskar
વગડામાં પણ રસીકરણની કામગીરી.

દેશના વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યમાં વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત અમદાવાદમાં 1.50 લાખ અને સુરત શહેરમાં એક જ દિવસમાં 1.80 લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, નવસારી, સાબરકાંઠા, ખેડા, રાજકોટ અને સુરત જિલ્લામાં 60 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

માલધારીને વેક્સિન અપાઇ
માલધારીને વેક્સિન અપાઇ

18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 81 ટકાને પ્રથમ અને 32 ટકાને બંન્ને ડોઝ અપાયા છે.રાજ્યમાં 3 કરોડ પુરુષોની સામે 2.50 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે.વડોદરા શહેર પહેલાં ડોઝમાં 100 ટકાની નજીક પહોંથી ગયું છે , અમદાવાદ શહેરમાં 88 ટકાને પહેલો ડોઝ મળી ગયો છે. અંદાજે 7 શહેર- ગ્રામ્ય વિસ્તારના માર્ગો, સીમ, આરોગ્ય કેન્દ્રો,ગણેશ મંડપ તથા વાહનચાલકોને અટકાવીને વેક્સિન અપાઈ હતી. જામનગરના બેરાજા ગામમાં પુર બાદ લાઈટ ન હોવાથી રાત્રે ટોર્ચના અજવાળે વેક્સિનેશન કરાયું હતું.

ગણેશ પંડાલમાં વેક્સિનેશન
ગણેશ પંડાલમાં વેક્સિનેશન

કારમાં ડ્રાઇવ-થ્રુ વેક્સિનેશન
કારમાં ડ્રાઇવ-થ્રુ વેક્સિનેશન
અન્ય સમાચારો પણ છે...