તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં એક દિવસમાં સર્વાધિક રસીકરણ:પ્રથમ દિવસે 45થી વધુ વયના 3.69 લાખને રસી

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
દિલ્હીમાં ગુરુવારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસી લેવાનો જબરદસ્ત ઉત્સાહ દેખાયો. - Divya Bhaskar
દિલ્હીમાં ગુરુવારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસી લેવાનો જબરદસ્ત ઉત્સાહ દેખાયો.
 • ગુજરાતમાં 2410 નવા કેસ, 9નાં મોત

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. તેમાં પણ આજે છેલ્લા 24 કલાકમાં 2410 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 2360 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 2015 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં 4, અમદાવાદમાં 3 તથા વડોદરા અને ભાવનગરમાં 1-1 મળી કુલ 9 દર્દીના મોત થયાં છે. રાજ્યમાં સતત બીજા દિવસે 9 દર્દીઓએ કોરોના કારણે જીવ ગુમાવતાં મૃત્યુઆંક 4528એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.35 ટકા છે.

રાજ્યમાં છેલ્લા 40 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 10 હજાર 108ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,528 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 92 હજાર 584 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,996 એક્ટિવ કેસ છે, જેમાંથી 155 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,841 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધી 53 લાખ 68 હજાર 2 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 97 હજાર 680 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે.

એપ્રિલમાં 4 રવિવાર સહિત 7 સરકારી રજા
દેશમાં વેક્સિનેશનનો ત્રીજો તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો. તેમાં 45 અને તેનાથી વધુ વયના તમામ લોકોને વેક્સિન અપાઈ રહી છે. આ દરમિયાન કોરોનાના વધતા કેસમાં અચાનક વધારો અને દેશના રસીકરણ કેન્દ્રોની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, એપ્રિલમાં સરકારી અને ખાનગી કેન્દ્રો પર રોજ વેક્સિન લગાવવામાં આવશે. એટલે કે સરકારી રજા (ગેઝેટેડ હોલિડે)ના દિવસે પણ રસીકરણ કેન્દ્ર ખુલ્લા રહેશે. કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, આ મહિને તમામ કેન્દ્રો પર રોજ વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવે. આ નિર્ણય 31 માર્ચે તમામ રાજ્યો સાથે કરેલી વાતચીત પછી લેવાયો હતો.

ચાર રવિવાર, ચાર મોટા પર્વ
આ મહિને 2 એપ્રિલે ગુડ ફ્રાઈડે, 13મીએ ગુડી પડવો (ચેટી ચંદ), 14મીએ આંબેડકર જયંતિ, 21મી રામ નવમીની રજા છે. ચાર રવિવાર પણ છે. મહાવીર જયંતિ 25 એપ્રિલે છે, પરંતુ એ દિવસે રવિવાર છે. બીજી તરફ, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં આ વર્ષના સૌથી વધુ 72,330 નવા કેસ નોંધાયા અને મૃત્યુ પણ સૌથી વધુ 459 થયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો