તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોપ 20 ફોટો ઓફ ધ ડે:અમદાવાદીઓની મ્યુઝિક વગરની ઉત્તરાયણ, વડોદરા-રાજકોટ-સુરત સહિત ગુજરાતમાં લોકોએ પતંગબાજીની મજા માણી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. આજે ગુરુવારે ગુજરાતમાં લોકો પતંગબાજીની મજા લઈ રહ્યા છે, આવતીકાલે શુક્રવારે પણ ગુજરાતભરમાં લોકો વાસી ઉત્તરાયણ મનાવી પતંગબાજી કરશે. ત્યારે આજે ગુરૂવારે રાજ્યના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં મ્યુઝિક સિસ્ટમ વગર સરકારી ગાઈડલાઈન મુજબ પતંગરસિકોએ પતંગ ચડાવીને પેચબાજી લડાવી હતી. અમદાવાદીઓની પહેલીવાર મ્યુઝિક સિસ્ટમ વગરની ફિક્કી ઉત્તરાયણ રહી છે. ગુજરાતમાં કાપ્યો છેની બૂમો વચ્ચે લોકોએ પતંગ ઉડાડીને એકબીજાના પતંગ કાપવાની મજા માણી હતી. ત્યારે ગુજરાતની ટોપ 20 તસવીરો આપના માટે DivyaBhaskar લાવ્યું છે.

પ્રજા,નેતા, કલાકારો સહિતના ગુજરાતીઓ પતંગબાજીની મજા માણી
કોરોનાને કારણે સરકાર દ્વારા શહેરના પતંગરસિયાઓને બહોળી સંખ્યામાં સોસાયટીમાં જોડાવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને કારણે સોસાયટીમાં ફક્ત ફ્લેટના મેમ્બર્સ તહેવાર ઉજવી રહ્યા છે અને ડબ્બા પાર્ટીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ વખતે 80 ટકા લોકોએ ઘરે નાસ્તા બનાવ્યા છે. તેમજ પતંગ રસિયાઓની ઢીલ દે ...ઢીલ દે...ની બૂમો સાંભળવા મળી રહી છે. રાજકોટમાં લોક ગાયક કિર્તિદાન ગઢવીથી લઈ હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિત મોટા ભાગના પતંગપ્રેમીઓએ માસ્ક પહેર્યા નહોતા. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પતંગ ચગાવ્યો હતો. તેઓ યુવાનને શરમાવે એવા લૂક અને એનર્જી સાથે પતંગ ચગાવતા જોવા મળ્યા છે.જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ પતંગ ચગાવતાં નજરે ચડ્યા હતા.

રાજકોટના ગુલમહોર રેસિડેન્સીમાં પરિવારજનો સાથે રાજકોટીયન્સ ગરબે ઘૂમ્યા

ઉત્તરાયણે અમદાવાદમાં લોકોનો ચીકીની ખરીદી કરવા જમાવડો થયો

વડોદરામાં પતંગ રસિકો સવારથી જ પતંગ ચગાવવા માટે અગાસી પર ચડી ગયા છે

વડોદરામાં ઉત્તરાયણ પર દાન પુણ્યનો મહિમા હોવાથી લોકોએ દાન કર્યું હતું

અમદાવાદમાં રામોલ વિસ્તારમાં પોલીસે ડ્રોન ઉડાડી વોચ રાખવાનું શરૂ કર્યું હતું

અમદાવાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ધાબા પર પોઈન્ટ ગોઠવીને પોલીસે વોચ રાખી હતી

અમદાવાદમાં તો સવારે આકાશમાં ગણ્યા ગાંઠ્યા પતંગો જ જોવા મળતા હતા

રાજકોટમાં માસ્ક વિના પરિવાર સાથે પતંગ ચગાવી રહેલા કિર્તિદાન ગઢવી.

રાજકોટમાં PPE કિટમાં ડાન્સ કરી રહેલી યુવતીઓ

રાજકોટમાં માસ્ક વિના પતંગ ચગાવી રહેલા સાંઈરામ દવે.

ગાંધીનગરમાં પતંગ ચગાવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

ગાંધીનગર ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પતંગબાજીની મજા માણી

ભરૂચ જિલ્લામાં સવારે પવન ન રહેતા પતંગ રસિકોમાં નિરાશા જોવા મળી હતી.

સુરતમાં આર્મીને સપોર્ટ કરતાં ગ્રુપે એક સરખા કપડા પહેરીને ડાન્સ કરીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

સુરતમાં કોરોના સામે લડવા માટેના સુત્રો સાથેનો વિશાળ પતંગ બનાવીને ચગાવવામાં આવ્યો હતો.

સુરતમાં બાળકોએ ટોપીઓ પહેરીને પતંગબાજીની મજા માણી

શહેરમાં પરિવાર સાથે પતંગ ચગાવી રહેલા અમદાવાદીઓ

સાળંગપુર ખાતે હનુમાનજીને અવનવાં પતંગોનો શણગાર તથા પતંગ, સિંગ અને તલના લાડુ, ચીકી ધરાવાઈ

કેન્દ્રિય મંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...