તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યભરમાં પતંગરસિયાઓએ ધાબે ચડીને પતંગના પેચ લડાવી અને કાઈપો છેની બૂમો પાડીને ઉજવણી કરી હતી. જો કે, ઉત્તરાયણની મજા અચાનક સજા બની હોય તેવા કિસ્સામાં ભરૂચ તાલુકાના પારખેત પીપલીયા ગામના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા મોત થયું હતું. તદુપરાંત સુરતમાં પતંગ પકડવા જતાં 10 વર્ષના બાળકનું ધાબેથી પટકાતા મૃત્યુ થયું હતું. બીજીતરફ રાજ્યમાં શહેરોમાં લોકોએ ક્યાંક ગરબાની રમઝટ બોલાવીને તો ક્યાંક ડાન્સ કરીને ઉત્તરાયણની મોજ માણી હતી.
સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં ચોથા માળેથી પટકાતા બાળકનું મોત
પતંગ પકડવાની લ્હાયમાં સુરત સગ્રામપુરા મેઇન રોડ પર નવનિર્મિત એક બિલ્ડિંગના ચોથા માળેથી 10 વર્ષનો બાળક નીચે પટકાતા 108મા સિવિલ લવાયો હતો. જેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતક અક્ષય રાજુભાઇ ભાગવત (ઉ.વ. 10 રહે રાજસ્થાન) બુધવારે વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યા હતા. ત્રણ સંતાનોમાં અક્ષય મોટો દીકરો હોવાનું પિતાએ જણાવ્યું હતું.
ભરૂચમાં ગળુ કપાતા યુવાનનું મોત
બપોરના સમયે ભરૂચ તાલુકાના પારખેત પીપલીયા ગામનો યુવાન મહેન્દ્ર પરમાર ટુ વ્હીલર લઈ પોતાના ગામથી ભરૂચ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન રહાડપોર ગામ નજીક અચાનક માર્ગમાં પતંગનો ધારદાર દોરો આવી જતા યુવાન મહેન્દ્ર પરમારનું ગળું કપાઈ ગયું હતું. યુવાનનું સારવાર પહેલા જ મોત થયું હતું.
લોક ગાયક કિર્તિદાન ગઢવીથી લઈ હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિત મોટા ભાગના પતંગપ્રેમીઓએ માસ્ક પહેર્યા નહોતા. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પતંગ ચગાવ્યો હતો. તેઓ યુવાનને શરમાવે એવા લૂક અને એનર્જી સાથે પતંગ ચગાવતા જોવા મળ્યા છે.
આજે 108 ઇમરજન્સીને સવારથી દોરી વાગવા અને નીચે પડવાના અનેક કોલ મળ્યા છે. સમગ્ર રાજ્યમાંથી બપોરે 12 વાગ્યા સુધીમાં 1000 જેટલા જ કોલ 108ને મળ્યા છે. ગત વર્ષે 1309 જેટલા કોલ હતા તેની સામે ઓછા કોલ મળ્યા છે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત જિલ્લાઓ અને ગામડાઓમાં ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. જો કે આ ઉજવણીમાં પતંગપ્રેમીઓ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યાં છે.મોટા ભાગના લોકો માસ્ક વિના જ ધાબે એકઠા થઈ પતંગ ચગાવતા જોવા મળ્યા રહ્યા છે.
અમદાવાદમાં ગળા પર દોરી વાગવાથી ત્રણ લોકો ઘાયલ
અમદાવાદમાં 55 વર્ષીય કનૈયાલાલ પટેલ વસ્ત્રાલમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી વાહન પર પસાર થતા હતા ત્યારે ગળામાં દોરી આવી જતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે 108 મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે જુહાપુરામાં બરફ ફેકટરી રોડ પર વિશાલ ગોસાઈ નામનો યુવક બાઈક પર જતો હતો ત્યારે ગળામાં દોરી આવતા નીચે પટકાયો હતો જેથી માથા અને ગળાનાં ભાગે ઇજાઓ થતા જીવરાજ મહેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાજ્યમાંથી ધાબા પરથી પડવા અને દોરી વાગવા જેવા બપોરે 12 સુધીના 38 કોલ 108 ઇમરજન્સીને મળ્યા છે.
વસ્ત્રાલના ન્યુ આરટીઓ રોડ પર 45 વર્ષીય ચેતનભાઈ મોદી વાહન પર જતાં હતાં તે દરમ્યાનમાં ગળામાં દોરી આવી જતા તેઓને ઊંડો ઘા વાગ્યો હતો જેથી 108ને જાણ કરવામાં આવતા તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સરકારે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે પતંગ રસિયાઓ હેડફોનને મ્યુઝિક સિસ્ટમ સાથે ક્નેક્ટ કર્યા છે. જેમાં દરેકને એક જ મ્યુઝિક સાંભળીને પતંગબાજી કરતા મ્યુઝિકનો આનંદ લઈ રહ્યા છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.