અમદાવાદ ઉત્તરાયણ LIVE:એ કાઈપ્યો છે... વાસી ઉત્તરાયણે અમદાવાદીઓની ધાબે બૂમો સાથે પતંગબાજી, બાળકોથી મોટેરાઓએ પતંગ ચગાવ્યા

અમદાવાદ5 દિવસ પહેલા
ઠેરઠેર બાળકો અને યુવાઓ ધાબા પર પતંગબાજી કરતાં જોવા મળ્યાં
  • વિકેન્ડની રજાઓના કારણે સવારથી લોકો ધાબે ચડીને પતંગ ચગાવવાની મજા માણતા દેખાયા
  • ઉત્તરાયણનો થાક ઉતર્યો નથીને લોકો વાસી ઉત્તરાયણે પતંગબાજીમાં લાગી ગયા

ઉત્તરાયણનો આજે બીજો દિવસ છે એટલે કે આજે વાસી ઉત્તરાયણ છે. આજે પણ ઉતરાયણ જેવો માહોલ જ લોકોમાં ધાબે જોવા મળ્યો છે. ગઇકાલની જેમ આજે પવન સારો હોવાને કારણે આકાશમાં વધુ પતંગ ઉડતા જોવા મળી રહ્યા છે. પવન વધુ હોવાને કારણે યંગસ્ટર્સ સાથે નાના બાળકો પણ પતંગ ઉડાવતા જોવા મળ્યા છે. બીજી તરફ વિકેન્ડના કારણે મોટા ભાગના લોકોએ રજાની મજા માણવા ધાબે જોવા મળ્યા છે. વાસી ઉત્તરાયણ હોવા છતા આજે પણ સવારથી જ લોકો ધાબે જોવા મળ્યા છે અને લોકોમાં ઉત્સાહ ઉત્તરાયણ જેવો જ જોવા મળ્યો છે.

ડીજે વગાડવા પર પ્રતિબંધ છે
2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે ત્યારે કેટલાક ઠેકાણે આ નિયમનું પાલન થતું હોય તેવું સામે આવ્યું હતું. જો કે કેટલાક યુવાઓએ કહ્યું છે ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. ગઈકાલે તો ઉડાડ્યા જ હતા પરંતુ આજે સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાડવા પતંગબાજોએ મન બનાવી લીધું છે.

અમદાવાદીઓએ તુક્કલો ઉડાડવાને બદલે આતશબાજી કરી
ઉત્તરાયણના દિવસે પતંગબાજી બાદ લોકો બલૂન અને ચાઈનીઝ તુક્કલ ઉડાવતા હતા. પરંતુ કેટલાક વર્ષોથી સરકાર દ્વારા તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છતાં ગેરકાયદેસર રીતે અગાઉ વેચાતી હતી અને લોકો ઉડાડતા હતા. પરંતુ આ વર્ષે આકાશમાં એક પણ તુક્કલ જોવા મળી નહોતી. આ વર્ષે ક્યાંક આતશબાજી તો ખ્યાલ શાંત વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ ક્યાંય તુક્કલ દેખાઈ ન હતી.

ઉત્તરાયણે સાંજે લોકો જમવા માટે બહાર નીકળી પડ્યા
તહેવારમાં લોકો મોટા ભાગે હોટલ રેસ્ટોરાંનું જમવાનું પસંદ કરે છે ત્યારે ઉત્તરાયણમાં પણ આખો દિવસ ધાબે વિતાવ્યા હતો. ત્યારબાદ લોકોએ રાતે જમવા માટે રેસ્ટોરાં, કેફેમાં જવાનું પસંદ કર્યું હતું. જેના કારણે ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરાં, પિઝા શોપ, કેફે સહિતની જગ્યાઓ પર લોકોની લાંબી લાઈન લાગી હતી.કેટલીક જગ્યાએ લોકો લાંબી લાઈનમાં ઉભેલા પણ જોવા મળ્યાં હતા. 10 વાગ્યાનું કર્ફ્યૂ હોવાને કારણે પણ લોકો સાંજથી જમવા માટે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...